આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૫-૭-૨૦૨૪,
દર્શ અમાસ, અન્વાધાન
ભારતીય દિનાંક ૧૪, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૧મો બેહમન,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૫ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૯, સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૫૮, રાત્રે ક. ૨૩-૪૨
ઓટ: સાંજેે ક. ૧૮-૦૩ મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૬ (તા.૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – અમાવસ્યા. દર્શ અમાસ, અન્વાધાન સૂર્ય મહાનક્ષત્ર પુનર્વસુ ક. ૨૩-૪૨, વાહન હાથી (સંયોગિયું નથી.)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તીર્થમાં શ્રાદ્ધ, સ્નાન, જપ, તપ, દાન, કર્મકાર્યોનો મહિમા, શિવ-રુદ્રાભિષેક, રાહુ ગ્રહદેવતાનું પૂજન, અગરના ઔષધીય પ્રયોગો, તર્પણ શ્રાદ્ધ, બગીચાના કામકાજ, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લેવડદેવડ, સ્થાવર મિલકતના કામકાજ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મહેનતુ સ્વભાવ, ચંદ્ર-શુક્ર યુતિ કળાપ્રેમી, સૂર્ય-ચંદ્ર યુતિ નિજાનંદમાં રહેવાવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૬). સૂર્ય-ચંદ્ર યુતિ (તા. ૬) જયેષ્ઠ અમાસ યોગ, ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ ઉત્તરે ૨૮ અંશ ૨૨ કળાના અંતરે રહે છે. સૂર્ય પુનર્વસુ નક્ષત્ર પ્રવેશ. સૂર્ય પૃથ્વીથી અત્યંત દૂર જાય છે.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.