પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧-૭-૨૦૨૪, મુંબઈ સમાચાર સ્થાપના દિન
ભારતીય દિનાંક ૧૦, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦,માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૫મો, માહે ૧૨મો જિલ્હજ,સને ૧૪૪૫
નક્ષત્ર : નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૬-૨૫ સુધી, પછી ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૬ સુધી (તા. ૩જી), પછી કૃત્તિકા.
ચંદ્ર : મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૬ અમદાવાદ ક. ૦૫ મિ. ૫૭, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૮-૧૫, રાત્રે ક. ૧૯-૩૨
ઓટ: બપોરે ક. ૧૩-૫૩, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૨૩ (તા. ૨)
વ્રત પર્વાટિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – દસમી. ભદ્રા સવારે ક. ૧૦-૨૬ સુધી. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાત, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શિવપાર્વતી પૂજા, યમદેવતાનું પૂજન, આમલીનું વૃક્ષ વાવવું, આમલીના ઔષધીય પ્રયોગો, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, વાટાઘાટો કરવી, રચનાત્મક પ્રવૃત્તિઓ, સંતાનોના કામકાજમાં ધ્યાન આપવું, જૂનાં અધૂરા રોકાયેલા કામો ફરીથી હાથમાં લઈ પૂરા કરવા. વાટાઘાટો, સમાધાન, ત્વરિત નિર્ણયો, આક્રમક આત્મવિશ્ર્વાસપૂર્વકના નિર્ણયો લેવા.
જુલાઈ માસનાં સંક્ષિપ્ત ગ્રહ દર્શન: આજનાં તા. ૧લી જુલાઈનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૦૧-૪૭, ચંદ્ર અસ્ત: બપોરે ક. ૧૪-૦૧, બુધ ઉદય: ક. ૦૭-૨૦, બુધ અસ્ત: ક. ૨૦-૨૯, શુક્ર ઉદય: ક. ૦૬-૩૬, અસ્ત: ક.૧૯-૪૬, મંગળ ઉદય: ક. ૦૨-૩૧, અસ્ત: ક. ૧૫-૧૬ , ગુરુ ઉદય: ક. ૦૩-૫૪, અસ્ત: ક. ૧૬-૫૭. શનિ ઉદય: ક. ૨૩-૩૨, અસ્ત: ક. ૧૧-૩૧, (તા. ૧લીએ સૂર્યોદયના સમયે મિથુન રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે ધનુ રાશિ લગ્ન ઉદિત થાય છે.)
સૂર્ય તા. ૧૬મીએ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે. સૂર્ય રોહિણી નક્ષત્રમાંથી તા. ૫મીએ
પુનર્વસુ, તા. ૧૯ પુષ્ય. મંગળ મેષમાંથી તા. ૧૨મીએ વૃષભમાં પ્રવેશે છે.
મંગળ પ્રારંભે ભરણીમાં, તા. ૮મીએ કૃત્તિકા, તા. ૨૭મીએ રોહિણીમાં પ્રવેશે છે.
બુધ પુષ્યમાંથી તા. ૯મીએ આશ્ર્લેષામાં, તા. ૧૯મીએ મઘા નક્ષત્રમાં પ્રવેશે છે. બુથ કર્કમાંથી તા. ૧૯મીએ સિંહ રાશિમાં આવે છે. ગુરુ સમગ્ર માસમાં વૃષભ રાશિમાં પ્રવેશે. ગુરુ રોહિણી નક્ષત્રમાં ભ્રમણ કરે છે. શુક્ર મિથુન રાશિમાં તા. ૭મીએ કર્ક રાશિમાં પ્રવેશે છે. પ્રારંભે શુક્ર પુનર્વસુમાં રહે છે. તા. ૯મીએ પુષ્યમાં, તા. ૨૦મીએ આશ્ર્લેષામાં, તા. ૩૧મીએ મઘામાં પ્રવેશે છે. શનિ વક્રી ગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. શનિ પૂર્વાભાદ્રપદા નક્ષત્રમાં ભ્રમણ કરે છે.
આચમન: ચંદ્ર-મંગળ યુતિ સતત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ. બુધ પુષ્ય નક્ષત્ર પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker