પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧૮-૫-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૮, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૦
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૧મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની મધ્યરાત્રે ક. ૨૪-૨૨ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૦૯-૦૫, રાત્રે ક.૨૦-૫૨
ઓટ: બપોરે ક.૧૪-૨૫, મધ્યરાત્રિ પછી ક.૦૩-૧૨ (તા.૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ શુક્લ – દસમી. વિષ્ટિ પ્રારંભ મધ્યરાત્રે ક.૦૦-૩૭ .
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિનાયક પૂજા, શિવ પરિવાર પૂજા, શ્રી મહાલક્ષ્મી પૂજન, મહાવીર હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ, અર્યમા પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, શનિ -સૂર્ય દેવતાનું પૂજન, મુંડન કરાવવું નહિ. પ્રયાણ મધ્યમ, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, રોપા વાવવાં, બી વાવવું, ખેતીવાડી.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સામાજિક કાર્યોમાં યશ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ ભાતૃસુખ, મંગળ-રાહુ યુતિ મન:શાંતિ જાળવવી, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ, શુક્ર-હર્ષલ યુતિ, સૂર્ય-ગુરુ યુતિ (તા. ૧૯).
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, મંગળ-રાહુ યુતિ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ, શુક્ર-હર્ષલ યુતિ, સૂર્ય-ગુરુ યુતિ
(તા. ૧૯).
ગ્રહગોચર: સૂર્ય- વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button