આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
સોમવાર, તા.૧૩-૫-૨૦૨૪, ચંદન છઠ્ઠ
ભારતીય દિનાંક ૨૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૬
પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૧૧-૨૩ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક.૧૬-૦૬ મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૪ (તા. ૧૪)
ઓટ: સવારે ક. ૦૮-૪૨, રાત્રે ક. ૨૨-૩૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – ષષ્ઠી. ચંદન છઠ્ઠ, બહુસ્મરણા માતાજીનો પાટોત્સવ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: અદિતી, બૃહસ્પતિ દેવતા, જૂના ઘર,અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું , પરદેશનું પસ્તાનું, યાત્રા, પ્રતિષ્ઠા, સર્વશાંતિ, દુકાન-વેપાર, પ્રથમ વાહન, યંત્ર પ્રારંભ, વૃક્ષ વાવવા, ઉપવાટિકા, નામકરણ, તિજોરીની સ્થાપના, વિદ્યારંભ, હજામત, દેવદર્શન, વસ્ત્રો, વાસણ , દસ્તાવેજ, બી વાવવું, અનાજની કાપણી, પ્રયાણ મધ્યમ, ધાન્યભરવું, બી વાવવું, નવાં વસ્ત્રો,અભૂષણ, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેચનાં કામકાજ, દેવદર્શન.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ભાષાનો શોખ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ કાયદાનાં કામકાજમાં સફળતા, સૂર્ય-હર્ષલ આંખોની કાળજી લેવી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, સૂર્ય-હર્ષલ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન,
પ્લુટો-મકર.