આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧૧-૫-૨૦૨૪,
વિનાયક ચતુર્થી, ભદ્રા
ભારતીય દિનાંક ૨૧, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૪
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૪થો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૧૦-૧૪ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક.૧૪-૩૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૭ (તા. ૧૨)
ઓટ: સવારે ક. ૦૭-૨૪, રાત્રે ક. ૨૦-૩૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, સૂર્ય કૃત્તિકા પ્રવેશ ક. ૦૭-૦૧. ભદ્રા ક. ૧૪-૨૦ થી ૨૬-૦૩.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ પૂજા, ભક્તિ, જાપ, દુર્વા અર્પણ શનિ ચંદ્ર દેવતાનું પૂજન,શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજન,શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ,તુલસી પૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ખેરનું વૃક્ષ વાવવું, શનિ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ, પર્વ પૂજા નિમિત્તે નવા વાસણ, વસ્રો, નિત્ય થતાં ખેતીવાડીના કામકાજ, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાહુ ગ્રહદેવતાનું પૂજન, શિવપૂજા, અગરના ઔષધીય પ્રયોગો, શિવજીને અગરની ઔષધિનું લેપન કરવું.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ સટ્ટો કરવાની ટેવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.