આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૯-૨-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૦, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩૦મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૩-૨૮ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૬, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૨૦ મધ્યરાત્રે ક. ૦૦-૧૪
ઓટ: સાંજે ક. ૧૭-૩૧, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૨૪ (તા. ૧૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પોષ- કૃષ્ણ ચતુર્દશી. દર્શ અમાવસ્યા, અમાવસ્યા ક્ષયતિથિ છે, અન્વાધાન, મહોદય પર્વ ૦૮-૦૪થી સૂર્યાસ્ત. ત્રિવેણી અમાવસ્યા (ઓરિસ્સા), થૈ અમાવસ્યા (દક્ષિણ ભારત), મકરવાયુ (કેરાલા), બુધ પૂર્વમાં અસ્ત થાય છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તીર્થ સ્નાન, ગંગા-ગોદાવરી, કૃષ્ણા-કાવેરી, નર્મદા, સરયુ તથા સર્વ નદી તીર્થોમાં સ્નાનનો મહિમા, ત્ર્યંબકેશ્ર્વર, નાશિક, ઉજજૈન, ઈન્દોર, હરિદ્વાર, ૠષિકેશ, પ્રયાગ, ગંગાસાગર, સોમનાથ, વેરાવળ સંગમ, ઈત્યાદિ સ્નાન મહિમા. જ્યોતિષ પર્વયોગ, દાન-જપ-તપ, શ્રાદ્ધ, તર્પણ, ત્રિપિંડી શ્રાદ્ધ, નારાયણબલિ, ફરજયુક્ત સંકલ્પયુક્ત, સિદ્ધિપ્રાપ્તિ માટેના શ્રાદ્ધકર્મ, શાંતિપૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, આંકડાના છોડનું પૂજન, અર્ક ગણેશનું પૂજન, શ્રી વિષ્ણુ પૂજન, વૃક્ષ વાવવા. કેટલેક ઠેકાણે રોગોમાં વૃદ્ધિ થાય. શૅરબજારની તેજીમાં ઘટાડો થાય. વેપાર સ્થિર થાય.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ ઉડાઉ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અસ્થિર મનના, ચંદ્ર-સૂર્ય યુતિ અધ્યાત્મમાં રુચિ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ (તા. ૧૦), ચંદ્ર-સૂર્ય યુતિ (તા. ૧૧), શુક્ર ઉત્તરાષાઢા પ્રવેશ, બુધ પૂર્વમાં અસ્ત, પોષ અમાસ તિથિ યોગ.
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર (પૂર્વમાં અસ્ત), ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.