આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
ગુરુવાર, તા. ૮-૨-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૯, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૭મો માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૯મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૩ સુધી (તા. ૯મી), પછી શ્રવણ.
ચંદ્ર ધનુમાં સવારે ક. ૧૦-૦૩ સુધી, પછી મકરમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૦-૨૪, રાત્રે ક. ૨૩-૩૫.
ઓટ: સાંજે ક. ૧૬-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૩ (તા. ૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ ત્રયોદશી. શિવરાત્રિ, શબેમિરાજ (મુસ્લિમ), ભદ્રા પ્રારંભ સવારે ક. ૧૧-૧૮થી ૨૧-૪૪.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૧-૧૭ સુધી શુભ.
મુહૂર્ત વિશેષ: લગ્નમુહૂર્ત, વાસ્તુકળશ, વિશ્ર્વદેવતાનું પૂજન, સૂર્ય-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, બિલીનું વૃક્ષ વાવવું, ધ્રુવદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, નવાં વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન, નોકરી, વેપાર, બી વાવવું, ધાન્ય ભરવું, શિવરાત્રિ ઉપવાસ, શ્રી દત્ત મંદિરદર્શન, શ્રી વિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન.
આચમન: ચંદ્ર-મંગળ યુતિ મહેનતુ સ્વભાવ, સૂર્ય-હર્ષલ ચતુષ્કોણ વિકૃત મનોદશાવાળા, ચંદ્ર-બુધ યુતિ ચપળ મન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ, સૂર્ય-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-બુધ યુતિ (તા. ૯).
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.