આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શુક્રવાર, તા. ૧૯-૧-૨૦૨૪, શ્રી હરિજયંતી.
ભારતીય દિનાંક ૨૯, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૯ સુધી (તા. ૨૦મી), પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર:
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૯-૧૫, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૩૦ (તા. ૨૦)
ઓટ: બપોરે ક. ૧૨-૩૧, રાત્રે ક. ૦૧-૦૨.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- શુક્લ નવમી. શ્રી હરિજયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સ્વામીનારાયણ મંદિરોમાં હરિજયંતી પર્વ નિમિત્તે વિશેષ પૂજા, યમદેવતાનું પૂજન, વિશેષરૂપ શુક્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી મહાલક્ષ્મી પૂજન, આમલીનું વૃક્ષ વાવવું, આમલીના ઔષધીય પ્રયોગો, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, હાથીની લેવડદેવડ.
આચમન: બુધ-ગુરુ ત્રિકોણ ઉદાર સ્વભાવ, શુક્ર-નેપ્ચૂન ચતુષ્કોણ બદનામીનો ભય, ચંદ્ર-હર્ષલ યુતિ અચોક્કસ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ ત્રિકોણ, શુક્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.