આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૮-૧-૨૦૨૪, વિંછુડો
ભારતીય દિનાંક ૧૮, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૨-૦૨ સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૮-૩૩, રાત્રે ક. ૨૨-૨૬
ઓટ: બપોરે ક. ૧૫-૧૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૮ (તા. ૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – દ્વાદશી. વિંછુડો
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્નમુહૂર્ત, ભૂમિ ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, ચંદ્ર-શનિ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, અગ્નિદેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવપાર્વતી પૂજા, રુદ્રાભિષેક, શિવલિંગને નાગકેસર ઔષધી અર્પણ કરવી, લેપન કરવું, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ શુભ, નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવાં વાસણ, વાહન, યંત્ર આરંભ, દસ્તાવેજ, દુકાન, વેપાર, પશુ લે-વેચ, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું, મિત્રતા કરવી, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નાગકેસરના ઔષધીય પ્રયોગો, નવી આયુર્વેદિક ઔષધિ બનાવવાનો પ્રારંભ કરવો. પ્રાણી પાળવા.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ ભીરુ સ્વભાવના, ચંદ્ર-શુક્ર યુતિ કળાપ્રેમી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૯)
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.