આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. 6-1-2024, ભદ્રા
ભારતીય દિનાંક 16, માહે પૌષ, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માર્ગશીર્ષ વદ-10
જૈન વીર સંવત 2550, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-10
પારસી શહેનશાહી રોજ 24મો દીન, માહે 5મો અમરદાદ, સને 1393
પારસી કદમી રોજ 24મો દીન, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393
પારસી ફસલી રોજ 22મો ગોવાદ, માહે 10મો દએ, સને 1392
મુુસ્લિમ રોજ 23મો, માહે 6ઠ્ઠો જમાદીલ આખર, સને 1445
મીસરી રોજ 25મો, માહે 6ઠ્ઠો જુમાદીલ આખર, સને 1445
નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. 21-22 સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 14, અમદાવાદ ક. 07 મિ. 24, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 13, અમદાવાદ ક. 18 મિ. 07, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : રાત્રે ક. 20-33,
ઓટ: બપોરે ક. 13-28, મધ્યરાત્રિ પછી ક. 02-05 (તા. 7)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – દસમી. ભદ્રા બપોરે ક. 12-21થી મધ્યરાત્રે ક. 24-42.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સિદ્ધિયોગ હોઈ અનુષ્ઠાન, ઈષ્ટદેવતાના મંત્રજાપ શ્રેષ્ઠ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી શનિ ગ્રહદેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન,વાયુદેવતાનું પૂજન, શનિ-રાહુ ગ્રહદેવના પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, મહેંદી લગાવવી, વાહન, માલ લેવો, પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, બી વાવવું, રત્નધારણ, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, ભેંસની લેવડદેવડ.
આચમન: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ સર્વાંગી ઉદય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય અર્ધત્રિકોણ (તા. 7),
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, માર્ગી બુધ-વૃશ્ચિક, માર્ગી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.