પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 2-7-2024, યોગિની એકાદશી
ભારતીય દિનાંક 11, માહે અષાઢ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-11
જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-11
પારસી શહેનશાહી રોજ 22મો ગોવાદ, માહે 11મો બેહમન, સને 1393
પારસી કદમી રોજ 22મો ગોવાદ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1393
પારસી ફસલી રોજ 14મો ગોશ, માહે 4થો તીર, સને 1393
મુુસ્લિમ રોજ 25મો, માહે 12મો જિલ્હજ, સને 1445
મીસરી રોજ 26મો, માહે 12મો જિલ્હજ, સને 1445
નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. 28-39 સુધી (તા. 4થી) પછી રોહિણી.
ચંદ્ર મેષમાં સવારે ક. 11-13 સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 06 અમદાવાદ ક. 05 મિ. 58, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 18, અમદાવાદ ક. 19 મિ. 29, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. 09-23, રાત્રે ક. 20-46
ઓટ: બપોરે ક. 15-04 મધ્યરાત્રિ પછી ક. 03-22 (તા.3)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – એકાદશી. યોગિની એકાદશી (સાકર) નેપ્ચૂન વક્રી. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. 13-06 થી રાત્રે ક. 19-13 શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: એકાદશી તિથિ પર્વ ઉપવાસ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ, શ્રીસુક્ત-પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, સૂર્ય-મંગળ ગ્રહદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ, જૂનાં વ્યસનો, કુટેવોનો ત્યાગ કરવો, સ્વભાવથી થતાં નુકસાનને સમજી પરિવર્તનો લાવવાં, અધૂરાં કામોને પૂર્ણ કરવા, આળસ, પ્રમાદ, ટીકા-ટિપ્પણ, નકારાત્મક વિચારોનો ત્યાગ કરવો, મહત્ત્વના નિર્ણયો લેવા. પોતાના વિચારોની સત્યતા, મહત્તાને જાળવી રાખી પોતાનું મહત્ત્વ જાળવવું, શિવણ, રાંધણ કળા શીખવી. અગ્નિ સંબંધિત કામકાજ, વૃક્ષો, નાનાં બાળકો, વૃદ્ધજનો, દરર્દીઓને મદદરૂપ થવું, શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવો, નવા કામકાજનો પ્રારંભ કરવો.
આચમન: ચંદ્ર-હર્ષલ યુતિ અચોક્કસ સ્વભાવ, બુધ-નેપ્ચૂન ત્રિકોણ નૈસર્ગિક સમજશક્તિવાળા, સૂર્ય-રાહુ ચતુષ્કોણ સહાનુભૂતિ વિનાના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ યુતિ, બુધ-નેપ્ચૂન ત્રિકોણ, સૂર્ય-રાહુ ચતુષ્કોણ. ચંદ્ર કૃત્તિકા યુતિ, નેપ્ચૂન સ્તંભી થઈ વક્રી થાય છે.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ