આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, સોમવાર, તા. 24-6-2024, વિષ્ટિ
ભારતીય દિનાંક 3, માહે અષાઢ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ વદ-3
જૈન વીર સંવત 2550, માહે જયેષ્ઠ, તિથિ વદ-3
પારસી શહેનશાહી રોજ 14મો ગોશ, માહે 11મો બેહમન, સને 1393
પારસી કદમી રોજ 14મો ગોશ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને 1393
પારસી ફસલી રોજ 6ઠ્ઠો ખોરદાદ, માહે 4થો તીર, સને 1393
મુુસ્લિમ રોજ 17મો, માહે 12મો જિલ્હજ, સને 1445
મીસરી રોજ 18મો, માહે 12મો જિલ્હજ, સને 1445
નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. 15-53 સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 04, અમદાવાદ ક. 05 મિ. 55, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 17, અમદાવાદ ક. 19 મિ. 28, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 13-53, મધ્યરાત્રિ પછી ક. 01-36 (તા. 25)
ઓટ: સવારે ક. 06-44, રાત્રે ક. 19-57
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, “રાક્ષસ” નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946, “ક્રોધી” નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – તૃતીયા. વિષ્ટિ બપોરે ક. 14-26 થી મધ્યરાત્રિ પછી ક. 25-24. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, વિશ્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં. અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, મિત્રતા કરવી. નવા વસ્ર, આભૂષણ, દસ્તાવેજ, દુકાન-વેપાર, નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવી તિજોરીની સ્થાપના, પ્રાણી પાળવાં.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. 25), બુધ પુનર્વસુ પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર