આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 21-5-2024
શ્રી નૃસિંહ જયંતી
ભારતીય દિનાંક 31, માહે વૈશાખ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -13
જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -13
પારસી શહેનશાહી રોજ 10મો આવા, માહે 10મો દએ, સને 1393
પારસી કદમી રોજ 10મો આવા, માહે 11મો બેહમન, સને 1393
પારસી ફસલી રોજ 2જો બેહમન, માહે 3જો ખોરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 12મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
મીસરી રોજ 14મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
નક્ષત્ર સ્વાતિ.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 04, અમદાવાદ ક. 06 મિ. 56, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 06, અમદાવાદ ક. 19 મિ. 16, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.10-52, રાત્રે ક.22-44
ઓટ: સાંજે ક.16-41, મધ્યરાત્રિ પછી ક.04-44 (તા.22)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,
ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – ત્રયોદશી. શ્રી નૃસિંહ જયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ:વિષ્ણુ મંદિરો, લક્ષ્મીનારાયણ મંદિર, વીઠ્ઠલ મંદિર વગેરેમાં નૃસિંહ જયંંતી પર્વ ઉત્સવ,વાયુ દેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલિસા, સુંદરકાંડ વાંચન, મંગળ-રાહુ ગ્રહ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર વાંચન, પરગામ મધ્યમ, હજામત, નવાં વસ્ત્રો, આભૂષણ, નિત્ય થતાં દુકાન, વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતી, શાંતિ પૌષ્ટિક, હજામત, મહેંદી લગાવવી, રત્ન ધારણ, વૃક્ષ વાવવું, ઉપવાટિકા બનાવવી.
આચમન: ચંદ્ર-બુધ પ્રતિયુતિ ભાષાઓના જાણકાર.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ પ્રતિયુતિ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.