આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 6-2-2024
ભારતીય દિનાંક 17, માહે માઘ, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ વદ-11
જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ વદ-11
પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393
પારસી કદમી રોજ 25મો અશીશવંધ, માહે 7મો મેહેર, સને 1393
પારસી ફસલી રોજ 23મો દએપદીન, માહે 11મો બેહમન, સને 1392
મુુસ્લિમ રોજ 25મો, માહે 7મો રજજબ, સને 1445
મીસરી રોજ 27મો, માહે 7મો રજજબ, સને 1445
નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. 07-34 સુધી, પછી મૂળ મધ્યરાત્રિ પછી ક. 30-26 સુધી (તા. 7મી), પછી પૂર્વાષાઢા.
ચંદ્ર વૃશ્ચિકમાં સવારે ક. 07-34 સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 12, અમદાવાદ ક. 07 મિ. 17, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 32, અમદાવાદ ક. 18 મિ. 30, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. 07-45. રાત્રે ક. 22-05
ઓટ: બપોરે ક. 14-41, મધ્યરાત્રિ પછી ક. 04-04 (તા. 7)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ એકાદશી. ષટ્તિલા એકાદશી (કોપરા), વિંછુડો સમાપ્તિ સવારે ક. 07-36. સૂર્ય ઘનિષ્ઠામાં મધ્યરાત્રિ પછી ક. 25-44.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, વાસ્તુકળશ, મંગળ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, એકાદશી વ્રત ઉપવાસ, પ્રયાણ મધ્યમ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ, મિલકત લેવડદેવડના કામકાજ, સોનું-ચાંદી, વગેરે ધાતુ, અન્ન, ધાન્ય, રૂ, અળસી, તલ વગેરેમાં તેજી આવશે.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, સૂર્ય ઘનિષ્ઠા પ્રવેશ (તા. 6), ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે 28 અંશ 17 કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરુ-મેષ,
શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર ઉ