આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 30-1-2024, ગાંધી નિર્વાણ દિન.
ભારતીય દિનાંક 10, માહે માઘ, શકે 1945
વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ વદ-4
જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ વદ-4
પારસી શહેનશાહી રોજ 18મો રશ્ને, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393
પારસી કદમી રોજ 18મો રશ્ને, માહે 7મો મેહેર, સને 1393
પારસી ફસલી રોજ 16મો મેહેર, માહે 11મો બેહમન, સને 1392
મુુસ્લિમ રોજ 18મો, માહે 7મો રજજબ, સને 1445
મીસરી રોજ 20મો, માહે 7મો રજજબ, સને 1445
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. 22-05 સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્નયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્નયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. 07 મિ. 15, અમદાવાદ ક. 07 મિ. 22, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 28, અમદાવાદ ક. 18 મિ. 24, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 14-40, મધ્યરાત્રિ પછી ક. 02-55 (તા. 31)
ઓટ: સવારે ક. 08-45, રાત્રે ક. 20-26
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,
શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ ચતુર્થી. ગાંધી નિર્વાણ દિન.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી સૂર્યનારાયણ વિનાયક, શિવ, મહાલક્ષ્મી પૂજન, વાસ્તુકળશ,ઉપનયન, લગ્ન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન તથા વાંચન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સ્થિર કાર્યો, પીપળાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, અર્યંમા પૂજન, પ્રયાણ મધ્યમ, મંગળ ગ્રહદેવતાનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, લાલ વસ્રો, આભૂષણ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, મંદિરોમાં ધજા-કળશ પતાકા ચઢાવવી, બગીચાના કામકાજ, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડી, પશુ લેવડદેવડ.
આચમન: મંગળ-રાહુ ચતુષ્કોણ જાહેર જીવનમાં અપયશનો ભય
ખગોળ જ્યોતિષ: મંગળ-રાહુ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર