વોશિંગ્ટન ડીસી: શનિવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં હાજરી આપી રહ્યા હતાં, ત્યારે એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટ્રમ્પ સલામત બચી ગયા છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ગોળીબાર બોલરૂમની બહાર થયો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ હુમલાના CCTV ફૂટેજ શેર કર્યા છે અને હુમલાખોરનો ફોટો પર શેર કર્યો છે.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે એક ધૂંધળો સીસીટીવી વિડીયો શેર કર્યો. ફૂટેજમાં જોવા મળે છે સ્થળ પર યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટો તૈનાત છે, કાળા કપડા પહેરેલો એક શખ્સ અચાનક દોડતો આવે છે. એજન્ટો તરત જ સવાધ થઇ જાય છે, તેમની બંદુકો હુમલાખોર તરફ તાકે છે.
વિડીયોના કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું કે "પારદર્શિતા" જાળવવા માટે તેઓ આ વિડીયો શેર કરી રહ્યા છે.
— Rapid Response 47 (@RapidResponse47) April 26, 2026
ટ્રમ્પે કથિત હુમલાખોરની ધરપકડના ફોટો પણ શેર કર્યા છે.
કોણ છે હુમાલાખોર?
વ્હાઇટ હાઉસમાં ગોળીબારની ઘટના બન્યા બાદ તરત જ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે શંકાસ્પદ પાસે એકથી વધારે શસ્ત્રો હતાં. હુમલાખોર કેલિફોર્નિયાનો રહેવાસી છે. ટ્રમ્પે આ ઘટનાને "અનપેક્ષિત" ગણાવી, ટ્રમ્પે ગોળીબાર કરનાર શંકાસ્પદને "લોન વૂલ્ફ" ગણાવ્યો.
ટ્રમ્પે કહ્યું કે "એક અધિકારીને ગોળી વાગી છે, પણ તે બચી ગયો. મેં હમણાં જ અધિકારી સાથે વાત કરી, અને તેની તબિયત સારી છે."
અહેવાલ મુજબ શંકાસ્પદ શક્શની ઓળખ કેલિફોર્નિયાના ટોરેન્સના રહેવાસી 31 વર્ષીય કોલ ટોમસ એલન તરીકે થઈ છે.