Mon Apr 27 2026

Logo

NASAમાં ફેલોશીપ, ટીચર, ગેમ ડેવલોપર: જાણો કોણ છે વ્હાઇટ હાઉસ ડિનરનો હુમલાખોર

Wasington D.C.   1 day ago
Article Image

વોશિંગ્ટન ડી સી: શનિવારે હિલ્ટન હોટેલમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન એક શખ્સે ગોળીબાર કર્યો હતો, યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ આ ઘટનામાં એક શંકાસ્પદની ધરપકડ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે શંકાસ્પદના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અહેવાલ મુજબ શંકાસ્પદની ઓળખ કેલિફોર્નિયાના ટોરેન્સનાં રહેવાસી 31 વર્ષીય ટ્યુટર અને સોફ્ટવેર ડેવલપર કોલ ટોમસ એલન તરીકે થઇ છે. અધિકારીઓ હુમલો કરવા પાછળના ઈરાદાની તપાસ કરી રહ્યા છે.

વ્હાઈટ હાઉસમાં ગોળીબારની આ ઘટના બનતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. અહેવાલ મુજબ સુરક્ષા કર્મચારીને ગોળી વાગી  હતી, પરંતુ બખ્તરને કારણે તેમનો જીવ બચી ગયો.  

કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી:
એહવાલ મુજબ કોલ ટોમસ એલને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (કેલટેક) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે, બાદમાં તેણે 2025 માં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, ડોમિંગ્યુઝ હિલ્સમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી.

ટીચર ઓફ ધી મંથ:
અહેવાલ મુજબ એલન કેટલાક વર્ષો સુધી પ્રાઈવેટ ટ્યુટરિં ફાર્મ, C2 એજ્યુકેશનમાં પાર્ટ-ટાઇમ ટીચર તરીકે કામ કરતો હતો. વર્ષ 2024માં કંપનીએ કરેલી એક સોશિયલ મીડિયા પર પોસ્ટમાં એલાનને "ટીચર ઓફ ધી મંથ" ગણાવવામાં આવ્યો હતો. એલન હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને કોલેજ પ્રવેશ માટેની પરીક્ષાઓની તૈયારી કરાવતો હતો.

ટ્યુટરિં ફાર્મ સાથે જોડાતા પહેલા તેણે દક્ષિણ પાસાડેનામાં IJK કંટ્રોલ્સમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે એક વર્ષ કામ કર્યું હતું, તેણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (કેલટેક)માં ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે પણ નોકરી હારી હતી.



નાસાની લેબમાં ફેલોશિપ:
અહેવાલ મુજબ એલને ફ્રીલાન્સ ગેમ ડેવલપર તરીકે પણ કામ કર્યું હતું, તેણે સ્ટીમ પ્લેટફોર્મ પર મોલેક્યુલર કેમિસ્ટ્રીને લગતીએ એક વિડીયો ગેમ ડેવલોપ કરી છે. 

એલને 2014 માં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં સમર અંડરગ્રેજ્યુએટ રિસર્ચ ફેલોશિપમાં ભાગ લીધો હતો. ફેડરલ કેમ્પેઈન ફાઇનાન્સ રેકોર્ડ મુજબ એલને વર્ષ 2024માં કમલા હેરિસની પોલીટીકલ એક્શન કમિટીને નાનું દાન આપ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનરમાં હાજરી આપવા એલનને આમંત્રણ મળ્યું હતું, તે મહમાન તરીકે આવ્યો હતો.

સિક્રેટ સર્વિસના અધિકારીઓના જણાવ્યા મુજબ એલન પાસે શોટગન હતી, તેણે હોટલના બોલરૂમ વિસ્તાર નજીક એક એજન્ટ પર ગોળીબાર કર્યો હતો.