Wed Apr 22 2026

Logo

ઈરાની સંસદના સ્પીકર પર USને ભરોસો પણ ઈરાને ખોટા દાવા કહીને વાત ફગાવી

Washington DC   4 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

વોશિંગટનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં અમેરિકા કોઈપણ ભોગે પોતાનું વર્ચસ્વ ઈચ્છે છે. ટ્રમ્પ સરકાર ઈરાનના સંસદ સ્પીકર મોહંમદ બાગર ગાલિબાફને ભવિષ્યના મોટા નેતા તરીકે ઈચ્છે છે, જોકે, બાગરે અમેરિકા સાથે કોઈ પ્રકારની વાતચીત કરવાની ના પાડી દીધી છે. બાગર ઈરાનના રૂઢિચુસ્ત નેતા અને પૂર્વ કમાંન્ડર છે. હાલ તેઓ ઈરાનની સંસદમાં સ્પીકર તરીકે છે. હોર્મુઝનો રસ્તો ખોલવા અથવા વીજળીઘર પર હુમલા માટે તૈયાર રહો એવી ચિમકી ઉચ્ચાર્યા બાદ ટ્રમ્પે યુટર્ન મારી દીધો છે. ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે, મારી કેટલાક ઈરાની અધિકારી સાથે વાતચીત થઈ છે. ઈરાન હવે સોદો કરવા ઈચ્છે છે. 

ઈરાનનો ટ્રમ્પને લઈને દાવો
આ વાત પર ઈરાને સામે દાવો કર્યો છે કે, ટ્રમ્પ ફેક ન્યૂઝને ફેલાવી રહ્યા છે. ખોટા દાવા કરી રહ્યા છે.  ક્રૂડ ઓઈલ અને ગેસની માર્કેટમાં ફાયદો ઉઠાવવા માટે તેઓ ખોટા વાયદા કરી રહ્યા છે. હવે ટ્રમ્પને ઈરાનમાં એક સારો દોસ્ત દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિ હાલમાં પણ ઈરાનમાં મોટી સત્તા પર છે. સોમવારે અમેરિકી સરકારે બે અધિકારીઓેનો ઉલ્લેખ કરી ડૉનાલ્ડ ટ્રમ્પ અંગે વાત કરી છે. અમેરિકી સરકાર ઈરાની સંસદના સ્પીકર મોહંમદ બાગર ગાલિબાફને એક સંભવીત પાર્ટનર તરીકે જુએ છે. ભવિષ્યના મોટા નેતા તરીકે પણ પ્રાધાન્ય આપે છે. અમેરિકી સુત્રો અનુસાર આ વ્યક્તિએ એક મજબૂત વિકલ્પો પૈકી એક છે. હવે આપણે એમને પારખવા જોઈએ અને કોઈ ઊતાવણ ન કરવી જોઈએ. આ સુત્રએ ત્યાં સુધી કહ્યું કે, અમેરિકી સરકાર હાલ તપાસના તબક્કામાં છે. હવે કોણ આગળ આવી શકે છે એના પર સૌની નજર છે. 

કોણ છે બાગર ગાલિબાફ?
મોહંમદ બાગર ગાલિબાફ ઈરાની રાજનેતા છે. હાલ તે સ્પીકર તરીકે કામ કરે છે. એના મૂળ સૈન્ય સાથે જોડાયેલા છે. પૂર્વ કમાંન્ડર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સમાં તે સેવા આપી ચૂક્યા છે. ઈરાનમાં ચાર વખત રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીમાં ઊતરી ચૂક્યા છે પણ સફળ થયા નથી. હવે અમેરિકા એમના પર ભરોસો કરે છે તો શું થશે દુનિયાની નજર એના પર છે, જોકે દાવો આવો પણ થઈ રહ્યો છે કે, ઈરાને અમેરિકા સાથે આવા કોઈ મુદ્દાને લઈને વાતચીત કરી નથી.