વોશિંગટનઃ અમેરિકાના મહાનગર વોશિંગટનની હોટેલમાં ફાયરિંગ થયું હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. આ ફાયરિંગથી ફરી એકવાર અમેરિકાના ગન કલ્ચરના મુદ્દો ચર્ચામાં છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ હોટેલમાં ટ્રમ્પની સાથે એમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ હાજર હતા. સાથે ઉપ રાષ્ટ્રપતિ જેડી વેંસ અને તેમની પત્ની પણ હાજર હતા.
ફાયરિંગ થતા ટ્રમ્પ અને તેમના પત્નીને તરત જ ટેબલની નીચે છૂપાવી દેવામાં આવ્યા હતા. પછી સુરક્ષિત રીતે એમને બાહર કાઢવામાં આવ્યા હતા.'વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ' માટે ડિનર હિલ્ટન હોટેલમાં યોજાવાનું હતું. તે સમયે, સ્થળ પર 2,600 થી વધુ લોકો હાજર હતા. હોટેલમાંથી ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઘટના બાદ હોટલમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે. સોશિયલ મીડિયા પર આ હોટેલના વીડિયો, ફોટો અને ફૂટેજ દર્શાવે છે. એમાં જોઈ શકાય છે કે, ગોળીબારનો અવાજ સંભળાતાની સાથે જ ગુપ્ત સેવાના એજન્ટો તરત જ એક્શનમાં આવી ગયા હતા.
Firing at White House Correspondents' Dinner in Washington, DC | US President Donald Trump posts a video of the accused shooter running past the Secret Service checkpoint outside the hotel ballroom where the White House Correspondents’ Dinner was taking place. pic.twitter.com/thusxg0sPp
— ANI (@ANI) April 26, 2026
ટ્રમ્પને સ્ટેજ પરથી ઊતારી લેવાયા
સુરક્ષા કર્મીઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્ટેજ પરથી ઊતારી દીધા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સુરક્ષા દળોએ SOS લાઇટનો ઉપયોગ કરીને મહેમાનોને ચેતવણી આપી હતી. ડિનર હોલાની ઉપર આવેલા એક રૂમમાંથી ફાયરિંગનો અવાજ આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મેલાનિયા ટ્રમ્પ ભીડમાં કંઈક જોઈને પરેશાન થઈ રહ્યા છે. જેવો ફાયરિંગનો અવાજ આવ્યો કે તરત જ હોલમાં મહેમાનોની દોડધામ શરૂ થઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા ટેબલની નીચે છૂપાઈ ગયા હતા. હોટેલના કર્મચારી અને વેઈટર્સ બાહર ભાગી ગયા હતા.
ફોટોગ્રાફરે ફાયરિંગની પુષ્ટિ કરી
એક ફોટોગ્રાફરે હોટેલમાં 4 થી 6 મોટા ધડાકાના અવાજ સાંભળ્યા હોવાની પુષ્ટિ કરી છે. ટ્રમ્પના એક સહાયકના અહેવાલ મુજબ,રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બાદ, ટ્રમ્પે જાહેરાત કરી કે રાત્રિભોજન ફરીથી સુનિશ્ચિત કરવામાં આવશે. રાત્રિભોજનમાં હાજર અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ જે.ડી. વાન્સ, આરએફકે જુનિયર, ડગ બર્ગમ અને માર્કો રુબિયોને તેમની સલામતી માટે નીચે સૂવાની સૂચના આપી હતી. ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.ફાયરિંગની સૂચના મળતા જ સમગ્ર હોટેલ ખાલી કરાવી દેવામાં આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. હોટેલના રૂમ સુધી હથિયાર પહોંચ્યા કેવી રીતે એ તપાસનો વિષય શરૂ થઈ ગયો છે.