Sun Apr 26 2026

Logo

ટ્રમ્પની 'ગોલ્ડ કાર્ડ વિઝા' યોજનાનો ફિયાસ્કો: જાણો કેટલા વિદેશીઓએ લાભ લીધો?

WASINTON DC   2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ૧૦ લાખ ડોલરનો 'ગોલ્ડ કાર્ડ વિઝા' અત્યાર સુધીમાં માત્ર એક વ્યક્તિને જ આપવામાં આવ્યો છે. આ વિઝા કોઇ પણ વિદેશી વ્યક્તિને અમેરિકામાં કાયદેસર રીતે રહેવા અને કામ કરવા માટે ઓછામાં ઓછા એક મિલિયન ડોલર ખર્ચ કરવાની મંજૂરી આપે છે, એમ વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે આપી હતી.

ટ્રમ્પે ગત વર્ષે આ વિચારને આગળ ધપાવ્યો હતો. તેમણે શરૂઆતમાં પાંચ મિલિયન અમેરિકન ડોલરનો પ્રસ્તાવ મૂક્યો હતો તેમ જ દલીલ કરી હતી કે આનાથી વિદેશી પ્રતિભાઓ અમેરિકા તરફ આકર્ષિત થશે અને સરકારી તિજોરી ભરાશે. જેનો ઉદ્દેશ્ય ઇબી-૫ પ્રોગ્રામની જગ્યા લેવાનો છે. 

આ દાયકા જૂનો એક એવો પ્રોગ્રામ હતો કે જે અંતર્ગત એવા લોકોને અમેરિકાના વીઝા આપવામાં આવતા હતા, જે ઓછામાં ઓછા ૧૦ કર્મચારી ધરાવતી કંપનીમાં લગભગ એક મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરતા હતા.

લટનિકે ગુરુવારના કોંગ્રેસની એક કમિટીની સુનાવણી દરમિયાન આ કાર્યક્રમના પરિણામો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે જો કે અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિને મંજૂરી મળી છે, પરંતુ સેંકડો લોકો કતારમાં છે, તેમની અરજીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.