લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના પાત્રો આજે દરેક ઘરના સભ્ય સમાન બની ગયા છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ શો સાથે જોડાયેલા કેટલાક દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે આપણે અહીં વાત કરીશું એવા જ કેટલાક કલાકારો વિશે કે જેઓ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.
ટીવીનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી આપણને હસાવતો રહ્યો છે. પરંતુ શોના કેટલાક સિતારાઓનું અચાનક નિધન થતા ચાહકોમાં શોકની લાગણી પ્રસરી હતી. ચાલો જોઈએ આ યાદીમાં કયા કલાકારોનો સમાવેશ થાય છે:
TMKOC
ઘનશ્યામ નાયક (નટુ કાકા):
શોમાં 'નટુ કાકા'ના પાત્રથી ઘરે-ઘરે લોકપ્રિય બનેલા ઘનશ્યામ નાયક ગુજરાતી રંગમંચનું એક જાણીતું અને માનીતું નામ છે. ઘનશ્યામ નાયકનું 3જી ઓક્ટોબર 2021ના રોજ નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. તેમની નિર્દોષતા અને કોમિક ટાઈમિંગ આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે.
TMKOC
કવિ કુમાર આઝાદ (ડો. હંસરાજ હાથી):
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં હસમુખ ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનારા કવિ કુમાર આઝાદનું 9મી જુલાઈ, 2018ના રોજ હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. નિધનના આટલા વર્ષો બાદ પમ તેમનો લોકપ્રિય ડાયલોગ "સહી બાત હૈ!" આજે પણ ચાહકોના કાનમાં ગુંજે છે.
TMKOC
સુનીલ હોલકર:
હિન્દી અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા સુનીલ હોલકરે આ લોકપ્રિય ટીવી શોમાં નાનકડી પણ એકદમ યાદગાર ભૂમિકા ભજવી હતી. માત્ર 40 વર્ષની નાની ઉંમરે લિવરની બીમારીને કારણે તેમનું નિધન થયું હતું અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
TMKOC
આનંદ પરમાર:
તારત મહેતા કા ઉલ્ટા ચશ્માના શોમાં મેકઅપ આર્ટિસ્ટની ભૂમિકા ભજવનારા આનંદ પરમારનું વર્ષ 2020માં બીમારીને કારણે નિધન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એ સમયે આ શોનું શૂટિંગ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું.
TMKOC
નીરજ વોરા (લેખક અને દિગ્દર્શક):
નીરજ વોરા ભલે ક્યારેય દર્શકોને ઓન સ્ક્રીન નહોતા જોવા મળ્યા, પરંતુ તેઓ આ શોના શરૂઆતના સમયમાં ક્રિએટિવ ટીમમાં રહીને તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ 2017માં તેમનું નિધન થયું હતું.
આ કલાકારો ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અભિનય દ્વારા તેઓ હંમેશા પ્રેક્ષકોના મનમાં જીવંત રહેશે.