ચેન્નઈઃ ટી-20 ફૉર્મેટની મૅચ હોય અને એમાં પણ આઇપીએલ જેવી ક્રિકેટવિશ્વની સર્વોત્તમ ટૂર્નામેન્ટના પ્લે-ઑફમાં પહોંચવા માટે હરીફાઈ થઈ રહી હોય ત્યારે હરીફ ટીમના ખેલાડીઓ વચ્ચે થોડી ગરમાગરમી ન થાય તો જ નવાઈ લાગે અને સોમવારે અહીં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચેની મૅચ દરમ્યાન એવી એક ઘટના બની ગઈ ગઈ હતી. જોકે એ અણબનાવ થોડી ક્ષણો માટેનો હતો અને મામલો જલદી ઠંડો પડી ગયો હતો.
આ મૅચમાં ચેન્નઈના સંજુ સૅમસન (Samson) અને હૈદરાબાદના હિન્રિક ક્લાસેન (Klassen) વચ્ચે ગરમાગરમી થઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ઘટના નજીવી હતી, પણ સોશ્યલ મીડિયામાં એ વાઇરલ થઈ હતી.
🚨 Huge Drama sympathy of Sanju Samson.
— Fire Bender 🐉 (@firebender007) May 19, 2026
Look at sanju carefully, he clearly exchanged words while Klassen leaving 🤨 Not expected this behaviour from worldcup winner sanju !
This CSK team deserves every bit of ishan’s celebration#CSKvsSRH #SRHvsCSK #ishankishan #dhoni #thala… pic.twitter.com/b7jz4uT0UT
ચેન્નઈએ સાત વિકેટે 180 રન કર્યા પછી હૈદરાબાદ 181 રનનો લક્ષ્યાંક ચેઝ કરી રહ્યું હતું ત્યારે નૂર અહમદે ક્લાસેનને આઉટ કર્યો ત્યારે આ ઘટના બની હતી. એ 15મી ઓવરમાં ક્લાસેન (47 રન)ને સૅમસને સ્ટમ્પ-આઉટ કર્યો હતો.
ક્લાસેન પૅવિલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે સૅમસન સાથે તેની કંઈક બોલાચાલી થઈ હતી. ક્લાસેન આગળ ગયા પછી પાછા વળીને સૅમસનને કંઈક બોલ્યો હતો. બન્ને વચ્ચેની એ વાતચીત મૈત્રીપૂર્ણ નહોતી જ એવું જણાતું હતું. પ્રેક્ષકો સહિત અનેક ક્રિકેટપ્રેમીઓને નવાઈ લાગી હતી કે બન્ને ખેલાડી શાંત સ્વભાવના છે તો પછી તેમની વચ્ચે આવું કેમ થઈ ગયું! ખેલાડીઓ તેમ જ અમ્પાયરે બન્નેને સામસામે આવી જતા રોક્યા હતા.