નાગપુર: નાગપુરના દોસાર ભવન સ્કવૅર વિસ્તારમાં આવેલા ગાર્ડનમાંથી ડિટોનેટર્સ અને જિલેટીન સ્ટિક્સ સહિતના વિસ્ફોટકો મળી આવતાં આસપાસના વિસ્તારના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.દોસાર ભવન સ્કવૅર વિસ્તારના એક રહેવાસીએ મંગળવારે સવારે પોલીસને કૉલ કરીને તેના ઘર નજીક આવેલા ગાર્ડનમાં પડેલા વિસ્ફોટકો અંગે જાણ કરી હતી.
દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ (બીડીડીએસ)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વિસ્તારને કોર્ડન કર્યા બાદ ગાર્ડનમાંથી 58 ડિટોનેટર્સ અને પંદર જિલેટીન સ્ટિક્સ જપ્ત કર્યાં હતાં.આ અંગે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) તેમ જ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પીએએસઓ) તપાસ કરી રહી હોઇ આ વિસ્તારના સીસીટીવી કેૈમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)
Loksatta