Tue May 26 2026

Logo

ઉત્તર પ્રદેશમાં ચમત્કાર! મહિલાએ પાંચ દિવસમાં ચાર બાળકને આપ્યો જન્મ, મેડિકલ જગત આશ્ચર્યમાં

1 week ago
Author: Vimal Prajapati
Article Image

Moradabad | TMU Hospital


મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અહીં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ પાંચ દિવસમાં ચાર બાળકોને જન્મ આવ્યો છે. આ ઘટનાને જોતા ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં છે. ડૉક્ટરોના કહ્યાં પ્રમાણે માતાની હાલત સ્વસ્થ છે, પરંતુ બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જોકે, તેમના સ્વાસ્થ્યમાં પણ સુધાર આવી રહ્યો છે. પરંતુ મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો તેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ છે. 

31 વર્ષીય મહિલાએ 4 બાળકને જન્મ આપ્યો
ચાર બાળકોને જન્મ આપનાર મહિલા સંભલ જિલ્લાની છે. આજથી બે વર્ષ પહેલા જ તેના લગ્ન થયાં હતાં. ઉત્તર પ્રદેશના જનપદ સંભલ જિલ્લાના અસમોલીમાં રહેતા મોહમ્મદ આલિમ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમની 31 વર્ષીય પત્ની અમીનાને મુરાદાબાદમાં આવેલી ટીએમયુ હોસ્પ્ટિલમાં ચાર બાળકોને જન્મ આપ્યો છે. ડૉક્ટરોએ કહ્યું આ મહિલાએ બે દીકરી અને બે દીકરીને જન્મ આપ્યો છે. 

માતા અમીનાનું સ્વાસ્થ્ય એકદમ સારૂ છે જ્યારે બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. માતા અને ચાર નવજાત શિશુઓ નિષ્ણાત ડોકટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, અને તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ મહિલા અમીનાની સારવાર પહેલેથી જ આ હોસ્પિટલમાં ચાલી રહી હતી. 

અમીનાની સારવાર કરનાર ડૉક્ટર શું બોલ્યાં?
એક ડૉક્ટરે વિગતો આપતા કહ્યું કે, અમીનાની સારવાર પહેલેથી જ આ હોસ્પિટલમાં ચાલી રહી હતી. થોડા સમય પહેલા જ જાણ થઈ હતી, અમીનાને ચાર બાળકો છે, જેથી આવી સ્થિતિમાં ગર્ભાવસ્થા જોખમી સાબિત થતી હોય છે. તેથી, ડોકટરોની ટીમે ગર્ભ ઘટાડવાની સલાહ આપી. જોકે, અમીના અને તેના પરિવારે ચારેય બાળકોને ટર્મ સુધી લઈ જવા અને તેમને જન્મ આપવાનો આગ્રહ રાખ્યો હતો. 

નવમી મેના પહેલા બાળકને જન્મ આપ્યો
આ મેના રોજ મહિલાની તબિયત ખરાબ થઈ તેના કારણે તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. અમીનાએ નવમી મેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. તે પછી 14મી મેના રોજ બાકી ત્રણ બાળકોને જન્મ આપ્ચો હતો. અત્યારે ચારેય બાળકો અને માતાની તબિયત સારી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. ચાર બાળકોનો જન્મ થયો અને દરેક બાળક સ્વસ્થ્ય છે તેના કારણે માતા અમીના પણ ખુશ છે. અને તેના પરિવારજનોમાં પણ ખુશીઓ છવાઈ ગઈ છે.