Wed Apr 22 2026

Logo

ઓઈલ ગેસ પછી હવે એવિયેશન ક્ષેત્રે ફફડાટ: ફલાઈટના ભાડામાં તોતિંગ વધારો...

1 month ago
Author: Viral Rathore
Article Image

AI Generated Images


મુંબઈઃ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલની અસર ધીમે ધીમે વધી રહી છે. સામાન્ય માણસના ખિસ્સા સુધી ઈઝરાય-ઈરાનના યુદ્ધની અસર થઈ રહી છે. હવે એલલાઈન્સ કંપનીઓએ ફ્લાઈટના ભાવમાં વધારો ઝિંકી દીધો છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં સીધો 15 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈથી ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ હોર્મુઝ રૂટને માઠી અસર પહોંચી છે. આની અસર જેટ ફ્યૂલની કિંમતમાં પણ જોવા મળી છે. 

ગ્લોબલ એવિએશન પર માઠી અસર
હોર્મુઝ રૂટ પ્રભાવિત થવાને કારણે તેલની કિંમતમાં તોંતિગ વધારો થયો છે. ફ્યૂલના ભાવ સતત વધી રહ્યા છે. આ મુદ્દાની વૈશ્વિક સ્તરે ચાલી રહેલા એવિએશન સેક્ટર પર અસર થઈ રહી છે. માત્ર ભારત જ નહીં સમગ્ર એશિયા અને દુનિયાભરની મોટી મોટી એરલાઈન્સ કંપનીઓએ ટિકિટના ભાવમાં આસમાની વધારો કર્યો છે. ઘણી કંપનીઓ એવી છે જેણે વિમાનને ગ્રાઉન્ડેડ કરી દીધા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વર્ષ 1970 બાદ આ સૌથી મોટું તેલ સંકટ છે. જેટ ફ્યૂલની કિંમતમાં વધારો થતા ટિકિટ પર તેની સીધી અસર થઈ રહી છે. 

ભારતની એવિએશન કંપનીને અસર
જેટ ફ્યૂલની કિંમતમાં વધારો થવાને કારણે ભારતની એવિએશન કંપનીઓને પણ અસર થઈ છે. એરલાઈન્સ કંપનીઓનું એવું કહેવું છે કે, ઑપરેશન કોસ્ટ વધવાને કારણે ભાડું વધ્યું છે. હાલમાં ટિકિટના ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એરલાઈન્સ કંપનીઓએ કરેલા ઈન્ટરનેશનલ ટિકિટના ભાવ વધારામાં હાલ કોઈ રાહત મળે એવા કોઈ એંધાણ નથી. એરલાઈન્સ કંપનીઓ માટે જેટફ્યૂલનો ખર્ચો સૌથી વધુ અને પ્રાયોરિટીમાં હોય છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં થયેલા ભાવ વધારાથી એરલાઈન્સ કંપનીઓનું બજેટ ખોરવાયું છે.