નવી દિલ્હી/કોચીઃ કેરળનું નામ બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેરળના પાટનગર થિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે એના અંગે સવાલ કરીને સરકાર પર ટોણો માર્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સહિત કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ આ નિર્ણયને વધાવીને સૌથી મોટો ગણાવ્યો હતો.
'બંધારણ'માં પણ નામ બદલવામાં આવશે
રાજ્ય સરકારની માગણીને લઈ કેન્દ્ર સરકારે પ્રસ્તાવને શા માટે મંજૂરી આપી અને કેરલમ નામ અંગે પણ લોકોના મગજમાં અનેક સવાલો ઊભા થયા છે. સૌથી પહેલા તો લોકોના મગજમાં સવાલ ઊભો થયો છે કે કેરલમ નામ કરવાનો શું અર્થ છે. એની ક્યારે માગ ઊઠી અને આટલા વર્ષો કેમ લાગ્યા. હવે કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી આપ્યા પછી હવે ભારતીય 'બંધારણ'માં પણ કેરળ નામને કેરલમ કરી શકાય છે.
કેરળના અલગ રાજ્ય બનવાનો ઈતિહાસ શું છે
આધુનિક કેરળનો ઈતિહાસ ભાષા સંબંધિત આંદોલનનો છે. અંગ્રેજોના જમાનામાં ભારતમાં ભાષાને આધારે વહેંચી શક્યા નહોતા. જોકે, મદ્રાસ પ્રેસિડન્સીને ભાષાના આધારે અલગ અલગ રાજ્ય બનાવવાની માગ ઊભી થઈ હતી. 1920ના દાયકામાં સંયુક્ત મલયાલમ ભાષી રાજ્ય બનાવવાની માગમાં જોર પકડાયું હતું. એનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે ત્રાવણકોર અને કોચીન રજવાડા અને મદ્રાસ સ્ટેટને માલાબાર જિલ્લાને એક સાથે લાવવાનો હતો. એ વખતે જ આંદોલને જોર પકડ્યું હતું.
આખરે પહેલી નવેમ્બર, 1956માં કેરળ રાજ્ય બન્યું
આખરે 1947માં દેશને સ્વંતત્રતા મળ્યા પછી પહેલી જુલાઈ 1949માં બે મુખ્ય મલાયલમ ભાષી રજવાડા ત્રાવણકોર અને કોચીનને જોડીને ત્રાવણકોર-કોચીન રાજ્યનું ગઠન કર્યું હતું, ત્યાર પછી રાજ્ય પુનર્ગઠન પંચે ભાષા આધારિત રાજ્યના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો. પહેલી નવેમ્બર 1956ના આધુનિક કેરળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.
સમ્રાટ અશોકના શિલાલેખમાં પણ ઉલ્લેખ મળે છે
કેરળ શબ્દોના વાસ્તવિક મલયાલમ શબ્દ કેરલમ અંગ્રેજી છે. આ શબ્દનો સૌથી જૂનો ઐતિહાસિક ઉલ્લેખ સમ્રાટ અશોકના 257 ઈસા પૂર્વના શિલાલેખમાં પણ મળે છે, જેમાં એને સંસ્કૃતિમાં કેતલપુત્ર કહે છે. જેનો અર્થ છે કેરળનો પુત્ર. આ ચેર વંશના સામ્રાજ્યની પ્રાચીન પરંપરા દર્શાવે છે. કેરળનું નામ બદલવાનું કારણ તેની ભાષાની સાચી ઓળખની વાત છે. કેરલ નામ અંગ્રેજી ઉચ્ચારણ અન્વયે છે, જ્યારે મલયાલમ ભાષામાં તેને કેરલમ કહે છે. ભાષા આધારિત કેરળને આગવી ઓળખ મળી છે, પરંતુ અંગ્રેજીમાં એને કેરલ કહે છે.
જૂન, 2024માં કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો
કેરળનું નામ બદલવા અંગે જૂન, 2024માં વિધાનસભામાં પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્યની જનતા પોતાની ભાષા તેને કેરલમ કહે છે, તેથી સરકાર ઈચ્છે છે કે બંધારણના અનુચ્છેદ 3 અન્વયે જરુરી સુધારો કરીને સત્તાવાર દસ્તાવેજો, કાયદાકીય રેકોર્ડ્સ અને આંતરરાષ્ટ્રીય કરારોમાં કેરળનું કેરલમ કરવામાં આવે.
સૌથી પહેલા આ પ્રસ્તાવ 2023માં રજૂ કર્યો હતો, ત્યાર પછી એક ખરડો પસાર કર્યો હતો, જેથી જરુરી ટેક્નિકલ ખામીઓ દૂર કરી શકાય. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા પછી રાષ્ટ્રપતિની પણ મંજૂરી લેવામાં આવશે. એના પછી સંસદમાં રજૂ કરવામાં આવશે. ઉપરાંત, કેરળ વિધાનસભામાં પણ વિચારણાર્થે મોકલાશે. જોકે, સંસદ રાજ્ય વિધાનસભાના મંતવ્યો અથવા સલાહ સ્વીકારવા માટે બંધાયેલી નથી.