Tue May 26 2026

Logo

કલ્યાણથી ગુમ વૃદ્ધ દંપતીના કોહવાયેલા મૃતદેહ રસ્તાને કિનારે મળ્યા

3 weeks ago
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના કલ્યાણ વિસ્તારથી ગુમ વૃદ્ધ દંપતીના કોહવાયેલા મૃતદેહ રસ્તાને કિનારે મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. મુરબાડ પોલીસ સ્ટેશનની હદમાં મ્હાસા ગામ નજીક સોમવારે સવારના રસ્તા પરથી પસાર થનારા લોકોની નજર મૃતદેહો પર પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

દરમિયાન મુરબાડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર સચિન હુદેલકરે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ મહાદુ ઘરાત (75) અને તેની પત્ની કમલા ઘરાત (70) તરીકે થઇ હતી. 

મહાદુ ઘરાત અને તેની પત્ની કલ્યાણમાં રહેતાં હતાં અને તેઓ ગુમ થયા બાદ સંબંધીએ ગયા સપ્તાહે પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. બંનેના મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે આકસ્મિત મૃત્યુની નોંધ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)