Tue May 26 2026

Logo

કે.ઈ.એમ. હૉસ્પિટલમાં દર્દીની આત્મહત્યા

1 month ago
Author: સપના દેસાઈ- મો-સિ-૧૫-ત-૭૧૮૫-૨૪-૦૪-૨૦૨૬
Article Image

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત પરેલમાં આવેલી કે.ઈ.એમ. હૉસ્પિટલમાં શુક્રવારે બપોરના એક વાગ્યાની આસપાસ એક ૨૫ વર્ષના યુવકે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. આ પ્રકરણમાં ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી હોવાનું માનવામાં આવે છે.

બ્લડ કેન્સરની સારવાર લઈ રહેલા ૨૫ વર્ષના યુવક પર છેલ્લાં એક મહિનાથી હૉસ્પિટલના હેમેટોલૉજી ડિપાર્ટમેન્ટમાં સારવાર ચાલી રહી હતી. તેની તબિયતમાં પણ સુધારો થયો હતો. તેથી તેને બહુ જલદી ડિસ્ચાર્જ પણ મળવાનો હતો. જોકે અચાનક શુક્રવારે બપોરના એક વાગ્યાની આસપાસ તેમણે હેમેટોલૉજી ડિપાર્ટમેન્ટના ઓપીડી બહાર  રહેલા પાઈપને ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ભોઈવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.