Thu Apr 23 2026

Logo

ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામથી પાકિસ્તાનને કેમ મરચા લાગ્યા? ઝાહિર કાઝમી એ મૂક્યા ગંભીર આરોપ

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પરમાણી ઊર્જાના કાર્યક્રમમાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. તમિલનાડુંના કલપક્કમમાં સ્વદેશી અભિગમથી ડીઝાઈન અને સ્વદેશી મૂળથી નિર્મિત પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરની નોંધ લેવામાં આવી છે. આ મુદ્દાને લઈને પાકિસ્તાનના આર્મ્સ કંટ્રોલ એડવાઈઝર અને સ્ટ્રટજિક પ્લાન ડિવિઝનના સભ્ય જાહિર કાઝમીના પેટમાં તેલ રેડાયું છે. એમનો એવો આરોપ છે કે, ભારત આ ક્ષમતાને હાંસલ કર્યા બાદ ઝડપથી પ્લુટોનિયમ પરમાણું બોંબ તૈયાર કરી શકે છે. 

જાણવા જેવી છે આ અવસ્થા
ન્યુક્લિયર રીએક્ટરમાં ક્રિટિકૈલિટી એક એવી અવસ્થા છે કે, જયારે પરમાણું ઈંધણામાં થનારી વિખંડન શૃંખલા પ્રતિક્રિયા સ્થિર થઈ જાય છે. કોઈ પ્રકારની બહારની મદદ વગર તે સતત યથાવત રહે છે. પાકિસ્તાનના આ ઉચ્ચ અધિકારીએ એક્સ પર એક પોસ્ટ મૂકીને વાત લખી હતી. અધિકારીએ લખ્યું હતું કે, ભારતનો અનસેફગાર્ડ ન્યુક્લિયર પ્રોગ્રામ, જેમાં નવો અને મહત્ત્વનો પીએફબીઆર અને આઠ પીએચડબલ્યુઆર સામેલ છે. એ પરમાણું હથિયાર તૈયાર કરવાની ક્ષમતાને ઘણી રીતે વેગ આપે છે. 

યુરોપીયનનો ઉલ્લેખ કર્યો
ભારત નવો પીએફબીઆર હથિયારોના ગ્રેડવાળા પ્લુટોનિયમના ઉત્પાદનને નોંધપાત્ર રીતે વધારી દેશે. આનાથી ભારત ભવિષ્યમાં દર વર્ષે 300 પરમાણું હથિયાર બનાવવા માટે સક્ષમ થઈ જશે. 300 હથિયાર દર વર્ષે તૈયાર થશે અને આ રીતે ભારત સક્ષમ થઈ જશે. અગ્નિ V અને અગ્નિ VI જેવી મિસાઈલનું નામ લઈને યુરોપીયન દેશને પણ ડરાવવાનો પ્રયાસ ભારત કરે છે એવો આરોપ મૂક્યો છે. આ મિસાઈલની મારક ક્ષમતા 8000 કિમી સુધી છે જે યુરોપની અંદરના વિસ્તારો અને એથી પણ આગળ હુમલો કરી શકે છે. 

ઝહીર કાઝમીના આરોપ
આશરે 480-2,600 પરમાણુ શસ્ત્રો, સેંકડો કિલોગ્રામ હથિયાર-ગ્રેડ પ્લુટોનિયમ, અનેક ટન HEU અને બેવડા-સક્ષમ અગ્નિ મિસાઇલોના વધતા જતા શસ્ત્રાગાર સાથે, ભારત વૈશ્વિક સ્તરે એક મુખ્ય અસ્થિર પરિબળ તરીકે ઊભરી આવેલો દેશ છે.  ઝહીર કાઝમીએ આરોપ લગાવ્યો, 2008 ની NSG માફી અને કહેવાતી નાગરિક-લશ્કરી અલગ કરવાની યોજનાએ અસરકારક રીતે જીનને બોટલમાંથી બહાર કાઢ્યો. ફ્રેન્કેસ્ટાઇનનો રાક્ષસ જે તેમણે બનાવવામાં મદદ કરી હતી તે હવે વધુ મોટો થઈ રહ્યો છે.