Tue May 26 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 9 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

1 month ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

1 month ago

લખનઊને 182 રનનો લક્ષ્યાંક મળ્યો

ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા છે અને લખનઊ સુપર જાયન્ટ્સને 182 રનનો લક્ષ્યાંક મળ્યો છે. કોલકાતાની ટીમમાં એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો. કોલકાતાને અંગક્રિશ રઘુવંશી (45 રન), કૅપ્ટન અજિંક્ય રહાણે (41 રન), રૉવમૅન પૉવેલ (અણનમ 39) અને કૅમેરન ગ્રીન (અણનમ 32)એ સાધારણ યોગદાન આપ્યા હતા. લખનઊના શમીને એક પણ વિકેટ નહોતી મળી, પણ તેણે કોલકાતાના બૅટ્સમેનને અંકુશમાં રાખ્યા હતા. પ્રિન્સ, રાઠી, સિદ્ધાર્થ અને આવેશ ખાનને એક-એક વિકેટ મળી હતી.

1 month ago

રાઠીએ રહાણેને, સિદ્ધાર્થે રઘુવંશીને હાફ સેન્ચુરી ન કરવા દીધી

લખનઊના સ્પિનર દિગ્વેશ રાઠીએ ઈડનમાં કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણે (24 બૉલમાં 41 રન)ની 11મી ઓવરમાં વિકેટ લીધી એ સાથે કોલકાતાની ટીમનું રનમશીન ધીમું પડી ગયું હતું અને પછી તો બીજો સ્પિનર એમ. સિદ્ધાર્થ પણ ત્રાટક્યો હતો અને તેણે ઇન્ફૉર્મ બૅટ્સમૅન અંગક્રિશ રઘુવંશી (33 બૉલમાં 45 રન)ને પૅવિલિયનમાં મોકલી દીધો હતો. તેનો કૅચ માર્કરમે ઝીલ્યો હતો. અધૂરામાં પૂરું, આવેશ ખાને પણ કોલકાતાને ઝટકો આપ્યો હતો. તેણે રિન્કુ સિંહ (ચાર રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. 14મી ઓવરને અંતે કોલકાતાનો સ્કોર 4/112 હતો.

1 month ago

શમીએ ઍલનને કાબૂમાં રાખ્યો, પ્રિન્સ યાદવે પૅવિલિયન ભેગો કરી દીધો

ઈડનમાં લખનઊના મુખ્ય પેસ બોલર મોહમ્મદ શમીએ તાજેતરના ટી-20 વર્લ્ડ કપના સ્ટાર કિવી બૅટ્સમૅન ફિન ઍલનને શરૂઆતથી જ અંકુશમાં રાખ્યો અને શમીના ચાર બૉલમાં ઍલન ફક્ત એક રન કરી શક્યો હતો. કોલકાતાનો ઍલન જે રીતે સાવચેત થઈને રમ્યો હતો એના પર લખનઊના બીજા પેસ બોલર પ્રિન્સ યાદવે બરાબર નજર રાખી હશે એટલે જ શમી પછીની ઓવરમાં પ્રિન્સે ઍલનને દિગ્વેશ રાઠીના હાથમાં કૅચ આઉટ કરાવી દીધો હતો. ઍલન માત્ર નવ રન કરી શક્યો હતો. જોકે પછીથી કૅપ્ટન રહાણે (23 નૉટઆઉટ) અને અંગક્રિશ રઘુવંશી (20 નૉટઆઉટ)ની જોડીએ ફટકાબાજી શરૂ કરી હતી અને છ ઓવરને અંતે કોલકાતાનો સ્કોર વિના વિકેટે 56 રન હતો.

1 month ago

કોલકાતા સામે લખનઊએ ફીલ્ડિંગ પસંદ કરી, વરુણના સ્થાને નારાયણ

ઈડન ગાર્ડન્સમાં યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનઊ સુપર જાયન્ટ્સે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી છે. રિષભ પંતના સુકાનમાં લખનઊની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ કોલકાતાની ટીમમાં ઈજાગ્રસ્ત વૈભવ ચક્રવર્તીના સ્થાને સુનીલ નારાયણને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. લખનઊની ટીમમાં રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), મિચલ માર્શ, એઇડન માર્કરમ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ. સિદ્ધાર્થ, મોહમ્મદ શમી, આવેશ ખાન, દિગ્વેશ રાઠી અને પ્રિન્સ યાદવનો તેમ જ ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં આયુષ બદોની, મૅથ્યૂ બ્રીટ્ઝકે, શાહબાઝ અહમદ, મયંક યાદવ, હિમ્મત સિંહનો સમાવેશ છે. કોલકાતાની ટીમમાં અજિંક્ય રહાણે (કૅપ્ટન), ફિન ઍલન, કૅમેરન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રૉવમૅન પૉવેલ, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રૉય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી તેમ જ ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં મનીષ પાન્ડે, વૈભવ અરોરા, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી, ટિમ સિફર્ટ સામેલ છે.

1 month ago

વિધાનસભા ચૂંટણી 2026- કયા રાજ્યમાં કેટલું મતદાન

આસામ, કેરળ અને પુડ્ડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં આસામમાં 59.63 ટકા, કેરળમાં 49.70 ટકા અને પુડ્ડુચેરીમાં 56.83 ટકા મતદાન થયું છે. આસામમાં 126, કેરળમાં 140 તથા પુડ્ડુચેરીમાં 30 વિધાનસભા સીટ પર મતદારો નેતાઓના ભાવિનો ફેંસલો કરશે.

1 month ago

ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ શું કહ્યું

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ આજે કેસરિયો ધારણ કર્યો હતો. રાજુ કરપડાએ જણાવ્યું કે ખેડૂતોનો સમુદ્ધ બનાવવાના સપના સાથે એક ચોક્કસ પાર્ટી સાથે જોડાયા હતા. ખેડૂતોની કાયમી પીડાનું નિરાકરણ માટે ભાજપમાં જોડાયો છું.

1 month ago

વિધાનસભા ચૂંટણીસવારે 11 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન

વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાનની પ્રક્રિયા ઝચાલી રહી છે. સવારે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ, આસામમાં સૌથી વધુ 38.92 ટકા મતદાન થયું છે. પુડુચેરીમાં 37.06 ટકા અને કેરળમાં 33.28 ટકા મતદાન નોંધાયું છે. કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

1 month ago

AAP છોડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માહોલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાશે. તેઓ કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે. તેઓ ભાજપમાંથી ચૂંટણી પણ લડી શકે છે. 

1 month ago

શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત

ભારતીય શેરબજારની આજે ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. પ્રોફિંટ બુકિંગ, નબળા વૈશ્વિક સંકેતોની આજે માર્કેટ પર અસર જોવા મળી હતી.સેન્સેક્સ 515 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 142 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો

1 month ago

રેઝા પહલવીનો ટ્રમ્પ પર પલટવાર

ઈરાનના ભૂતપૂર્વ શાસકના પુત્ર  રાજકુમાર રેઝા પહલવીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાઓને ખોટા ગણાવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાનનું શાસન બદલાઈ ગયું છે. પહલવીએ સોશિયલ  મીડિયા પર લખ્યું કે, અલી ખામેનેઈ ભલે મૃત્યુ પામ્યા હોય, પરંતુ ઈરાનનું શાસન હજુ પણ એ જ છે કારણ કે તેનું DNA બદલાઈ શકે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે આ શાસન હજુ પણ પડોશીઓ પર રોકેટ છોડી રહ્યું છે અને પોતાના જ દેશમાં ઇન્ટરનેટ બંધ કરીને જનતાને બંધક બનાવી રહ્યું છે.

1 month ago

આસામ, કેરળ, પુડુચેરીમાં મતદાનની શરૂઆત

આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂં નિષ્પક્ષ તથા શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યા છે.