Tue May 26 2026

Logo

બિહારના ભાગલપુરમાં વિક્રમશિલા બ્રિજનો એક ભાગ ગંગામાં તૂટી પડ્યો, વૈકલ્પિક માર્ગ 60 કિમી દૂર...

3 weeks ago
Author: Vimal Prajapati
Article Image

ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગંગા નદી પર બનેલો વિક્રમશિલા બ્રિજનો એક ભાગ અચાનક તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ અધિકારીઓ દ્વારા સત્વરે પગલે લેવામાં આવ્યાં તેના કારણો કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. જિલ્લા અધિકારીના જણાવ્યાં પ્રમાણે સતર્કતના ભાગરૂપે પહેલા જ લોકોને ત્યાંથી દૂરી કી દેવામાં આવ્યાં હતાં. લોકોને દૂર કર્યાની 15 મિનિટ પછી તરત જ બ્રિજ તૂટ્યો અને નદીમાં પડી ગયો હતો. 

બ્રિજને બંને બાજુથી સીલ કરી દેવામાં આવ્યો

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યારે પોલીસ તંત્ર દ્વારા બંને બાજૂની અવર-જવરને રોકી દેવામાં આવી અને બ્રિજને બંને બાજુથી સીલ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે રાત્રે વૈકલ્પિક રસ્તો શરૂ કરવો શક્ય નહોતો, એટલે જે લોકોને ભાગલપુર જવાનું હતું તેમને મુંગેર થઈને જવું પડ્યું હતું. 
 

200 કરોડના ખર્ચે બનેલ બ્રિજ 25 વર્ષમાં જ તૂટી ગયો

આ બ્રિજની વાત કરવામાં આવે તો, વિક્રમશિલા બ્રિજ આજથી 25 વર્ષ પહેલા 2001માં રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. વિક્રમશિલા બ્રિજ આશરે 4.5 કિમી લાંબો છે અને અહીંથી પ્રતિદિન હજારોની સંખ્યામાં વાહનો પસાર થયા છે. આ વિક્રમશિલા હજારો વાહનો અને લાખો લોકો માટે દૈનિક મુસાફરીનું મુખ્ય સાધન હતું. બ્રિજ બન્યાના 25 વર્ષમાં તે તૂટી પડ્યો તેના કારણે તંત્રની કામગીરી પર સવાલો થઈ રહ્યાં છે.

મુંગેર બ્રિજ વિક્રમશિલા બ્રિજથી 60 કિમી દૂર 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અત્યારે આ બ્રિજ તૂટી ગયો હોવાના કારણે વૈકલ્પિક વ્યવસ્થા અને સ્થિતિને સામાન્ય કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી લોકોને અત્યારે મુંગેર બ્રિજનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે, મહત્વની વાત એ છે કે, આ મુંગેર બ્રિજ વિક્રમશિલા બ્રિજથી 60 કિમી દૂર છે. એટલે કે હવે માત્ર 4 કિમી દૂર જવા માટે લોકોને 60 કિમી ફરીને જવું પડશે. જેમાં સમય અને પૈસા બંનેનો વ્યય થવાનો છે.