Wed Apr 29 2026

Logo

અમેરિકાનો દાવો ઈરાનમાં સત્તા પરિવર્તન થયું, યોગ્ય વર્તન નહી કરે તો મોટી કાર્યવાહી કરાશે

Wasington DC   4 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: અમેરિકા  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકા સંરક્ષણ સચિવ પીટ હેગસેથે દાવો કર્યો છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન થયું છે. તેમજ નવા શાસને સમજદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. ઈરાને અમેરિકા સાથે કરાર કરવો જોઈએ. જો આમ કરવામાં નહી આવે તો મોટી કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન નાટો અંગે પણ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે ટૂંકમાં નિર્ણય કરશે. 

મોજતબા ખામેનીને સત્તા સોંપવામાં આવી

પીટ હેગસેથના મતે, ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના મૃત્યુ બાદ સત્તા તેમના પુત્ર મોજતબા ખામેનીને સોંપવામાં આવી છે. અલી ખામેનીએ લગભગ ચાર દાયકા સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે સેવા આપી હતી. જો કે, મોજતબા ખામેનીએ હજુ સુધી જાહેરમાં દેખાયા નથી. આનાથી એ પ્રશ્ન ઊભો થયો છે કે શું નવું શાસન ખરેખર સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે કે  પરિસ્થિતિ અસ્થિર  છે.

અમેરિકાએ દાવો કર્યો છે કે તે ઇરાનના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. જોકે, તે હજુ સ્પષ્ટ નથી કે ઇરાન સાથે કોણ ચર્ચા કરી રહ્યું છે. જેના લીધે  રાજદ્વારી પરિસ્થિતિ અસ્પષ્ટ છે. એક તરફ અમેરિકા વાતચીતની વાત કરે છે અને બીજી તરફ, તે એક સાથે લશ્કરી દબાણ વધારી રહ્યું છે.


અમેરિકાએ 200 થી વધુ હુમલાઓ કર્યા

હેગસેથે જણાવ્યું હતું કે જો ઇરાન કોઈ કરાર કરવા નિષ્ફળ જશે તો અમેરિકન સેના વધુ આક્રમક પગલાં લેશે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં, ઇરાન દ્વારા શરૂ કરાયેલા મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં ઘટાડો થયો છે. તેનાથી વિપરીત અમેરિકાએ 200 થી વધુ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં,  ગુપ્ત માહિતીના આધારે નવા લક્ષ્યો કરવામાં આવ્યા હતા. 

નાટોનું ભવિષ્ય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નક્કી કરશે 

નાટો અંગે પીટ હેગસેથે જણાવ્યું હતું કે આ સંગઠનનું ભવિષ્ય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવશે. આ નિર્ણય ઈરાનમાં ચાલી રહેલા અભિયાનના અંત પછી લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ઘટના ક્રમથી સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકાના સાથીઓ કેટલી મદદ પૂરી પાડવા તૈયાર છે.