નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈથી દુનિયાભરના દેશને અસર થઈ રહી છે. ક્રૂડ ઓઈલથી લઈને ગેસની સપ્લાય સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક સંક્ટ તોળાઈ રહ્યું છે. આ યુદ્ધના કારણે એર ઈન્ડિયાએ 31મી મે સુધી ઈઝરાયલ જતી પોતાની ફ્લાઈટ રદ્દ કરી દીધી છે, આના કારણે 40 હજારથી વધારે ભારતીયોને સીધી અસર પહોંચી છે. ખાસ કરીને જે નાગરિકોએ આ વેકેશનમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ બુક કરી હતી એમને કેટલીક સમસ્યાઓ આવી રહી છે.
નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા
ભારતીય દૂતાવાસ એ ભારતીય નાગરિકોની મદદ કરી રહ્યું છે જેઓ મિડલ ઈસ્ટમાં ફસાયા છે. આ ભારતીય મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત માહોલમાંથી નીકળવા માગે છે. ભારતીય દૂતાવાસ જોર્ડન અથવા મિસરના રસ્તેથી પરત આવવામાં આ લોકોને મદદ કરી રહ્યું છે. એવામાં મોટાભાગની એરલાઈન્સ કંપનીઓએ ફ્લાઈટ ફ્રિકવન્સી અને ઑપરેશન ઓછા કરી નાંખ્યા છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું હતું કે, એરલાઈન્સે નવી દિલ્હી-તેલ અવીવ રૂટ પર 31 મે સુધી પોતાના ફ્લાઈટ ઑપરેશન રદ્દ કરી દીધા છે.

ફ્લાઈટ ઑપરેશન કેન્સલ
મોટાભાગની એરલાઈન્સ તેલ અવીવ રૂટ પર પોતાના ફ્લાઈટ ઑપરેશનને કેન્સલ કરી રહી છે. માત્ર ઈઝરાયલી એરલાઈન્સ જેવા કે, El Al, IsraAir, Arkia અને Air Haifa જેવી એરલાઈન્સ પણ મર્યાદા સાથે ઉડાન ભરી રહી છે. ફ્લાઈટ ઑપરેશન બંધ થતા ઈઝરાયલમાં રહેતા 40 હજારથી વધારે ભારતીયો ચિંતામાં મૂકાયા છે. આ ભારતીયો પોતાના કામ હેતુ અથવા ભારતમાં કેટલાક કામ હેતુ ભારત આવવા માગે છે. અથવા આ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે અહીંયાથી નીકળવા માટે રાહ જોઈને બેઠા છે.
લાંબુ અંતર કાપવું પડે એમ છે
જે ભારતીયો ઈઝરાયલ છોડવા માગે છે એમને બાય રોડ જોર્ડન અથવા મિસર થઈને જવું પડે છે. જે એક ફ્લાઈટના રૂટ કરતા વધારે અઘરૂ અને થકાવનારૂ બની રહે છે. તેલ અવીવમાં રહેલા ભારતીય દૂતાવાસ, અલગ-અલગ રીતે આ ભારતીયોની યાત્રા માટે વ્યવસ્થા કરી રહ્યું છે. ભારતીયોની મદદ કરી રહ્યું છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ આ તમામ ભારતીયોના સંપર્કમાં છે. આ માટે ખાસ ઈમરજન્સી લાઈન શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન અભિયાન શરૂ કરાયું છે.
અઠવાડિયામાં 4 ફ્લાઈટ હતી
દૂતાવાસે પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યું હતું કે, રાજદૂત જે.પી.સિંહ અને દૂતાવાસની ટીમે ઈઝરાયલમાં રહેલા ભારતીય કામદારો-વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન વાતચીત કરી છે. આમ કરવાથી એમની શું સ્થિતિ છે એ અંગે જાણકારી મેળવી શકાશે. રાજદૂતે પણ એમને ખાતરી આપી હતી. નવી દિલ્હી અને તેલ અવીવ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ 1 જાન્યુઆરીના રોજ ફરીથી શરૂ કરવામાં આવી હતી, જેમાં અઠવાડિયામાં ચાર ફ્લાઈટ સામેલ કરવામાં આવી હતી. આ માટે ખાસ બોઈગ 878 વિમાન ડ્રીમલાઈનર્સનો ઉપયોગ કરાયો હતો. હવે યુદ્ધના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.