Wed Apr 29 2026

Logo

ગુજરાતમાં AAP કાર્યકરોની ધરપકડના મુદ્દે છિનવાયું રાઘવ ચઢ્ઢાનું ડેપ્યુટી લીડરનું પદ

3 weeks ago
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP) એ રાઘવ ચઢ્ઢાને બદલે અશોક મિત્તલને રાજ્યસભા મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જેને કારણે પાર્ટીમાં આંતરિક વિખવાદની અટકળો શરૂ થઈ ગઈ છે. રાઘવ ચઢ્ઢાને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને પાર્ટીના નિર્ણય સામે સખત નારાજગી વ્યક્ત કરી છે, જેના જવાબમાં AAPના અગ્રણી નેતા સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢા પર સંસદમાં "સોફ્ટ પીઆર" કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢાને સલાહ આપી કે તેમણે સંસદમાં મળતા મર્યાદિત સમયનો ઉપયોગ "સોફ્ટ પીઆર" કરવા અને "સમોસા" વિશે વાત કરવા ન કરવો જોઈએ, તેના બદલે અન્ય મોટી સમસ્યાઓ બાબતે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ઘેરવી જોઈએ. 
 

રાજ્યસભામાં સમોસા વિશે વાત ન કરો:
સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢાને પૂછ્યું કે તેઓ રાજ્યના મુદ્દાઓ ઉઠાવવાથી કેમ ડરી રહ્યા છે? તેના બદલે રાજ્યસભામાં સમોસા વિશે વાત કરી રહ્યા છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું, “રાઘવ ભાઈ, મેં હમણાં જ તમારો વીડિયો જોયો. આપણે બધા અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ. આપણે એક જ વાત શીખ્યા છીએ, જે ડરી જાય છે તે મારી જાય છે. આપણું  કામ લોકોના મુદ્દાઓ ઉઠાવવાનું અને સરકારની આંખોમાં આંખ નાખીને સવાલ ઉઠાવવાનું છે.” 

“તમે કેમ ડરી રહ્યા છો?"
સૌરભ ભારદ્વાજે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં, એવું જોવા મળ્યું છે કે જે કોઈ પણ સરકાર સામે ગંભીર મુદ્દાઓ ઉઠાવે છે, લોકોના મુદ્દાઓ અંગે બોલે છે, તેમની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવામાં આવે છે. જયારે સરકર સોફ્ટ પીઆર મુદ્દાઓ અંગે તસ્દી લેતી નથી. નાના પક્ષોને સંસદમાં બોલવા માટે ખૂબ જ મર્યાદિત સમય મળે છે, આ સમયનો ઉપયોગ નાની બાબતોને બદલે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવવા માટે થવો જોઈએ.

સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢાને પૂછ્યું, "તમે પંજાબનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તમારે પંજાબના મુદ્દાઓ ઉઠાવવા જ જોઈએ. તમે કેમ ડરી રહ્યા છો?"