નેશનલ

ઓમાનના સુલતાન સાથે વડા પ્રધાન મોદીની વાતચીત ‘ઉત્પાદક’ રહી

મહેમાનનું સ્વાગત:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં શનિવારે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક સાથે ચર્ચા કરી હતી. (પીટીઆઈ)

નવી દિલ્હી: અર્થતંત્ર, વેપાર, સંરક્ષણ, સુરક્ષાના મહત્ત્વના ક્ષેત્રમાં દ્વિપક્ષી સહકાર સુદૃઢ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વાતચીત વડા પ્રધાન મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક વચ્ચે થઈ હતી. શનિવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન મોદી અને ઓમાનના સુલતાન વચ્ચેની વાટાઘાટ ‘સકારાત્મક’ અને ‘ઉત્પાદક’ રહી હતી. શુક્રવારે ઓમાનના સુલતાન દિલ્હીમાં પધાર્યાં હતા અને શનિવારે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને દેશ વચ્ચેની પ્રતિનિધિસ્તરની વાતચીત શરૂ થઈ હતી તે અગાઉ મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે ‘૨૬ વર્ષ પછી ઓમાનના સુલતાન ભારતની મુલાકાતે પધાર્યા છે આથી આજનો દિવસ ઐતિહાસિક છે. ભારતની પ્રજા વતી હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.’
વિદેશ મંત્રાલયના એક પ્રવકતાએ એક નિવેદનમાં કહ્યુંકે ‘રાજકીય, સુરક્ષા, સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, સાંસ્કૃતિક અને બંને દેશના નાગરિકો વચ્ચેના સંબંધ સહિતના મુદ્દાઓ આવરી લેતા દ્વિપક્ષી સંબંધોની બંને નેતાઓએ સમીક્ષા કરી હતી.’

ઈઝરાયલ – હમાસ સંઘર્ષમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરાઈ હતી. વિદેશ સચિવ વિનય કાત્રાએ મીડિયારી લિઝમાં કહ્યું કે કનેક્ટિવિટી, ગ્રીન એનર્જી, સ્પેસ, ડિજિટલ પેમેન્ટસ, આરોગ્ય, પ્રવાસન, કૃષિ અને અન્ન સુરક્ષા, સાગર ક્ષેત્ર વિગેરે ક્ષેત્રમાં દ્વિપક્ષી સહકારનો રોડમૅપ નક્કી કરવા વડા પ્રધાન મોદી અને સુલતાને ‘જોઈન્ટ વિઝન’ ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું. ભારત અને ઓમાન વ્યૂહાત્મક ભાગીદાર છે અને છેલ્લા કેટલાક વર્ષથી બંન દેશ વચ્ચેના દ્વિપક્ષી વેપાર અને રોકાણ સંબંધ ગાઢ બન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button