ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી, મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજકની ધરપકડ

આસામના પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગનું અચાનક મૃત્યુ ન માત્ર તેમના ચાહકો માટે, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક આઘાતજનક ઘટના બની છે. જ્યારે તેમની પત્ની ઝુબીનના મૃત્યુ શંકાપસ્પદ ગણાવી રહી છે. અને યોગ્ય તપાસની માગ કરી રહી છે. આ ઘટનાની તપાસમાં આસામ પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી છે, જે આ કેસની ગૂથી ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
આસામ પોલીસે ઝુબીન ગર્ગના રહસ્યમય મૃત્યુના કેસમાં શ્યામકાનુ મહંત અને સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરી છે. શ્યામકાનુ મહંતને દિલ્હી એરપોર્ટ પરથી અને સિદ્ધાર્થ શર્માને ગુરુગ્રામ નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બંનેને ગુવાહાટી લઈ જઈને આજે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે. ગરિમા સૈકિયા ગર્ગે આ મૃત્યુને લઈને ઘણા સવાલો ઉભા કર્યા છે અને તેમના પતિના અંતિમ દિવસોની ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસની માગણી કરી છે.
ગરિમાએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને અને તેમના પરિવારને ઝુબીનના મૃત્યુ અંગે સ્પષ્ટ જવાબો મળ્યા નથી. તેમણે કહ્યું, અમને ખબર નથી કે ઝુબીન સાથે શું થયું. આ બધું કેવી રીતે બન્યું, તે હજુ રહસ્ય છે. અમને જવાબ જોઈએ છે. ગરિમાએ ઝુબીનને પોતાના જીવનનો આધાર અને ચાહકો માટે દેવતુલ્ય ગણાવ્યા, અને જણાવ્યું કે તેમના પ્રેરણાદાયી શબ્દો હંમેશા લોકોને પ્રેરણા આપશે.
ગરિમાએ જણાવ્યું કે તેમણે ઝુબીન સાથે છેલ્લી વાત 18 સપ્ટેમ્બરે કરી હતી, પરંતુ તેમણે સિંગાપોરમાં યોજાયેલી કોઈ યાટ પાર્ટીની વાત કરી ન હતી. સિંગાપોરમાં તે નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું, “જો તેમને ખબર હોત તો તેઓ મને જરૂરથી જણાવત. આ યાટ પાર્ટી વિશે તેમને કંઈ ખબર નહોતી. હું આશા રાખું છું કે તપાસમાં આ બાબતે સ્પષ્ટતા આવશે.” ગરિમાએ એ પણ જણાવ્યું કે ઝુબીનને એક બીમારી હતી, જેના કારણે તેઓ દૌરા પડવાની દવાઓ લેતા હતા, અને તેમના મેનેજરને પણ આ વાતની જાણ હતી.
આપણ વાંચો: ‘BJP સાથે સરકાર બનાવવા કરતાં હું રાજીનામું આપી દઈશ’: ઓમર અબ્દુલ્લાએ આવું કેમ કહ્યું?