નેશનલ

રોડસાઇડ કટોકટીમાં તબીબી સહાય આપવા સજ્જ Zomato રાઇડર્સ: CEO દીપેન્દ્ર ગોયલ

તમે બાઇક દ્વારા રસ્તા પરથી ક્યાંક જઇ રહ્યા છો અને એવામાં તમને કોઇ કારવાળાએ ટક્કર મારી અને તમે રસ્તા પર પડી ગયા અને તમને વાગ્યું પણ ખરું. એવા સમયે તમને વિચાર આવશે કે કાશ! કોઇ પ્રાથમિક સારવાર મળી જાય તો ઘા પર મલમ પટ્ટી તો થઇ જાત. પછી ડૉક્ટર પાસે પહોંચીને સારવાર લઇ લેત. આવું તમે નહીં દરેક જણ વિચારતા હોય છે. પણ આપણા દેશમાં અકસ્માત સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર નહીં મળવાને કારણે કેટલાય લોકોના મૃત્યુ થયા હોવાના દાખલા મોજૂદ છે, પણ હવે આ વાત ભૂતકાળની બનવા જઇ રહી છે કારણ કે ઘેર ઘેર ફૂડ ડિલીવરી પહોંચાડતી કંપની Zomatoના સહ-સ્થાપક અને CEO દીપિન્દર ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું કે દેશભરના 31 શહેરોમાં કંપનીના 20,000 થી વધુ ડિલિવરી ભાગીદારોને રોડસાઇડ઼ ઇમરજન્સીની સ્થિતિમાં તબીબી સહાય પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવી છે.

CEO દીપિન્દર ગોયલે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ” તેમની કંપનીએ કોઈ નાણાકીય લાભની આશા રાખ્યા વિના 1 મિલિયનથી વધુ ડિલિવરી ભાગીદારોએ આવી ઇમરજન્સી સેવા આપવા માટે પ્રશિક્ષીત કર્યા છે. X પર પોસ્ટ કરાયેલ એક નિવેદનમાં, ગોયલે જણાવ્યું હતું કે એક લાખથી વધુ ડિલિવરી ભાગીદારોએ કોઈપણ નાણાકીય પ્રોત્સાહન વિના professional first-responder training માટે રસ દાખવ્યો હતો. તેમણે કંપનીના ‘Emergency Heroes’ પ્રોગ્રામની સફળતા પર પ્રકાશ પાડતા આ પ્રકારની દેશની પ્રથમ પહેલ અંગે જણાવ્યું હતું.

“થોડા મહિના પહેલા, અમે અમારા ડિલિવરી પાર્ટનર્સને પ્રોફેશનલ ફર્સ્ટ-રિસ્પોન્ડર ટ્રેનિંગ આપવા માટે ભારતનો પહેલો ‘ઇમર્જન્સી હીરોઝ’ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારી પાસે હવે 31 શહેરોમાં 20,000+ ડિલિવરી પાર્ટનર્સ છે, જે રોડસાઇડ કટોકટીમાં તબીબી સહાય પૂરી પાડવા માટે સજ્જ છે. તાલીમ મેળવ્યા પછી, અમારા ડિલિવરી પાર્ટનર્સ રસ્તા પરની તબીબી કટોકટીમાં મદદ અને તબીબી સહાય પૂરી પાડી ચૂક્યા છે’ એમ ગોયલે જણાવ્યું હતું.

દરમિયાન, Zomatoએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 125 કરોડનો નફો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરમાં તેની કોન્સોલિડેટેડ એડજસ્ટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 53 ટકા વધીને રૂ. 3,609 કરોડ થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button