નેશનલસ્પેશિયલ ફિચર્સ

Zomatoના માલિક Shark Tankમાંથી આઉટ! સ્વિગીએ રમી ચાલ?

મુંબઈ: ભારતની બે મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ સ્વિગી (Swiggy) અને ઝોમેટો (Zomato) વચ્ચે હંમેશા કટ્ટર હરીફાઈ રહે છે, બંને કંપનીઓ એક બીજાથી ચડિયાતું માર્કેટિંગ કેમ્પેઇન ચાલવીને ગ્રાહકોને રીઝવવા પ્રયત્નો કરે છે. હવે પોપ્યુલર રિયાલિટી શો શાર્ક (Shark Tnak)માટે બંને કંપનીઓએ સામસામે આવી ગઈ છે. સ્વિગી શાર્ક ટેન્ક ઈન્ડિયાની ચોથી સિઝનને 25 કરોડમાં સ્પોન્સર કરવા માટે સોદો કરી રહી છે. એવામાં આહેવાલ છે કે જો ડીલ ફાઈનલ થઇ જશે તો ઝોમેટોના સ્થાપક દીપેન્દ્ર ગોયલ (Deepinder Goyal) શોની બહાર થઇ શકે છે.

અહેવાલ મુજબ સ્વિગીએ શાર્ક ટેંક સાથેની ડીલમાં શરત મૂકી છે કે ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલ ઇન્વેસ્ટર તરીકે શોમાં પરત નહીં આવે. દીપેન્દ્ર ગોયલ શાર્ક ટેન્કની છેલ્લી સીઝનમાં જજની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે આ શોની ચોથી સિઝનનું શૂટિંગ ચાલી રહ્યું છે.

સ્વિગીનો IPO:
તાજેતરમાં સ્વિગીને તેનો IPO લોન્ચ કરવા માટે સેબીની મંજૂરી મળી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે તે રૂ. 3,750 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાંથી રૂ. 950 કરોડ બ્રાન્ડ માર્કેટિંગ અને અવેરનેસ માટે ખર્ચવામાં આવશે. આ દ્વારા કંપની વધુ ગ્રાહકો સુધી પહોંચવા માંગે છે.

સ્વિગીની નવી બે સર્વિસ:
મોટા ઓર્ડરની માંગ પૂરી કરવામાં માટે સ્વિગીએ ‘XL’ ફ્લિટની શરૂઆત કરી છે. સ્વિગીએ ‘બોલ્ટ’ સર્વિસ રજૂ કરી હતી, આ સર્વિસના માધ્યમથી ગ્રાહકોને 10 મિનિટની અંદર ખાદ્ય ઉત્પાદનોની ડિલિવરી મળશે. જોકે, આ સેવા હાલમાં પસંદગીના શહેરોમાં ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી પ્રાયોગિક ધોરણે ચાલી રહેલા ‘XL’ કાફલાને શનિવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીના દિવસે ગુરુગ્રામમાં ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવ્યો હતો.

બોલ્ટ સર્વિસ પહેલાથી જ છ મુખ્ય શહેરો – હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, પુણે, ચેન્નાઈ અને બેંગલુરુમાં મુખ્ય સ્થાનો પર કાર્યરત છે. આગામી થોડા અઠવાડિયામાં તેને વધુ જિલ્લાઓમાં વિસ્તારવામાં આવશે. બોલ્ટ ગ્રાહકોને બે કિલોમીટરના વિસ્તારમાં પસંદગીની રેસ્ટોરન્ટ્સમાંથી ઇન્સ્ટન્ટ ફૂડ ડિલિવરી સર્વિસ પ્રદાન કરે છે. BOLT બર્ગર, ગરમ પીણા, ઠંડા પીણા, નાસ્તાની વસ્તુઓ અને બિરયાની જેવી લોકપ્રિય વાનગીઓ ઓફર કરે છે જેને તૈયાર કરવામાં ઓછો સમય લાગે છે. સ્વિગીએ કહ્યું કે આ સવિસ આઈસ્ક્રીમ, મીઠાઈઓ અને નાસ્તા જેવી રેડી-ટુ-પેક વાનગીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button