
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે ત્યારે તેની ઉસભ કે અશુભ અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળે છે. દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરીને માર્ગી અને વક્રી પણ થાય છે અને એની પણ અલગ અલગ રાશિના જાતકો પર અસર જોવા મળશે. હાલમાં ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ બુધ ગુરુની ઉચ્ચ રાશિ મીનમાં વક્રી થવા જઈ રહ્યા છે.
Also read : શરૂ થઈ રહ્યા છે હોળાષ્ટક, આ કામ કરવાથી બચો નહીંતર…
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 15મી માર્ચના શનિવારે બપોરે 3.15 કલાકે ગોચર મીન રાશિમાં વક્રી થશે. ગુરુની રાશિ મીનમાં બુધનું વક્રી થવું ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે, પણ પાંચ રાશિઓ એવી છે જેમના માટે બુધનું આ ગોચર ભાગ્યને જગાડનારું સાબિત થશે. આ રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ બગડેલાં કામ બની રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે બુધનું મીન રાશિમાં વક્રી થવું લાભદાયી સાબિત થવાનું છે. કામના સ્થળે આજે તમને સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યું છે. કામનો ભાર થોડો ઓછો થશે. તમારી પર્સનલ લાઈફમાં આ સમયે ખૂબ જ સારા એવા પરિવર્તન આવી રહ્યા છે. જીવનસાથીનો દરેક કામમાં સાથ-સહકાર મળશે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. સંતાન સુખની પ્રાપ્તિ થશે.

આ રાશિના જાતકો માટે 15મી માર્ચ પછીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે. બુધના વક્રી થવાથી આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. પારિવારિક સંબંધોમાં સુધારો આવી રહ્યો છે. આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો આ સમયે એમાંથી પણ છુટકારો મળી શકે છે. ભાગ્યોદય થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે.

તુલા રાશિ જાતકો માટે પણ બુધનું મીન રાશિમાં વક્રી થવું ફળદાયી સાબિત થવાનું છે. આ સમયગાળામાં આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ પહેલાંની સરખાણીએ વધારે મજબૂત બનશે. વેપારીઓ માટે સારો સમય. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. વિદેશ યાત્રા પર જવાનું પ્લાનિંગ થઈ શકે છે કામમાં સફળતા મળશે.

કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. મીન રાશિમાં બુધનું વક્રી થવું કુંભ રાશિના જાતકોને પારાવાર લાભ કરાવશે. આ સમયે આ રાશિના જાતકોના જીવનમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. રોકાણ કરવાનો વિચારી રહ્યા હોય તો સમય એકદમ અનુકૂળ છે. જીવનસાથી જો કોઈ મુદ્દે મતભેદ ચાલી રહ્યો હશે તો એનો પણ ઉકેલ આવી રહ્યો છે.

મીન રાશિમાં જ બુધ વક્રી થઈ રહ્યા છે જેને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે પણ આ રાશિના જાતકોને સહકર્મચારીઓનો સાથ-સહકાર પ્રાપ્ત થશે. તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. તમારા ધનમાં વૃદ્ધિ થઈ રહી છે. જો જીવનમાં કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે.