નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગ્રહોના રાજા સૂર્ય 24 કલાક બાદ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની હિલચાલ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. હાલમાં જ ગ્રહોના રાજા સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું છે અને આવતીકાલે સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ મહત્ત્વનું રહે છે, જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (18-11-24): આ પાંચ રાશિના જાતકો માટે અઠવાડિયાનો પહેલો દિવસ રહેશે શાનદાર… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મુંબઈના જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 19મી નવેમ્બરના સૂર્ય બપોરે 3.03 કલાકે વિશાખ નક્ષત્રમાંથી નીકળીને અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનુરાધા નક્ષત્રના સ્વામી ન્યાયના દેવતા શનિ છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ખાસ રહેશે. આવકના નવા નવા રસ્તાઓ ખુલશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તન કરવાથી આ રાશિના જાતકોનો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. કોઈ મહત્ત્વની જવાબદારી મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે.

તુલા રાશિના જાતકો માટે પણ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે. નવા નવા લોકો સાથે મુલાકાત થશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. મનની દરેક ઈચ્છા પૂરી થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. વેપારીઓને પણ આ સમયગાળામાં સારો એવો લાભ થશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

મકર રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેશે. સૂર્યની સાથે સાથે આ રાશિના જાતકો પર શનિની કૃપા પણ વરસશે. તમામ યોજનાઓમાં સફળતા મળશે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હતું હશે તો એનાથી ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાના યોગ બની રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button