આજે ‘Zero Shadow Day’ જોવા મળશે, થોડીવાર માટે પડછાયો ગાયબ થઈ જશે
દેશના બેંગલૂરુ શહેરના લોકો 24 એપ્રિલે ‘ઝીરો શેડો ડે’ના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ એક અનોખી ખગોળીય ઘટના છે, જેમાં થોડી ક્ષણો માટે લોકોના પડછાયા ગાયબ થઇ જશે. આ અનોખો નજારો આજે બપોરે 12.17 થી 12.23 દરમિયાન જોવા મળશે. તે એવા સ્થળે જોવા મળશે જે 13.0 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર આવેલું હો.ય બેંગલુરુ માં આજે ‘ઝીરો શેડો ડે’ની ઘટના જોવા મળશે
આ ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે. સામાન્ય રીતે બેંગ્લોરમાં 24,25 એપ્રિલ અને 18 ઓગસ્ટની આસપાસ ‘ઝીરો શેડો ડે’ જોવા મળે છે. બેંગ્લોર ઉપરાંત કન્યાકુમારી, ભોપાલ, હૈદરાબાદ અને મુંબઈ જેવા સ્થળોએ પણ લોકો આ ઘટનાના સાક્ષી બની શકે છે.ભારતીય શહેરો ઝીરો શેડો ડેનો અનુભવ ક્યારે કરશે?:
કન્યાકુમારી 10 એપ્રિલ અને એક સપ્ટેમ્બરે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 12 21 વાગ્યાથી 12 22 વાગ્યા સુધીબેંગ્લોર 24 એપ્રિલ અને 18 ઓગસ્ટ સ્થાનિક સમય બપોરે 12.17 થી 12.25 સુધી હૈદરાબાદ 9 મે અને પાંચ ઓગસ્ટ બપોરે 12.12 થી 12.19 સુધી મુંબઈ 15 મી અને 27 જૂન બપોરે 12.34 થી 12:45 સુધી ભોપાલ 13 જૂન અને 28 જૂન બપોરે 12:20 થી 12:30 સુધી આ ખગોળીય ઘટનામાં સૂર્ય બપોરના સમયે સીધો જ ઉપર હોય છે.
પૃથ્વીના અક્ષાંશનો ઝુકાવ આશરે 23.5 ડિગ્રી અને તેની સૂર્યની આસપાસની ભ્રમણ કક્ષાના પરિણામે આ ઘટના બને છે આ ઘટના વિષુવવૃતની નજીકના સ્થળોએ સૌથી વધુ બને છે.
કર્ક રાશિના ઉષ્ણ કટિબંધ અને મકર રાશિના ઉષ્ણ કટિબંધની વચ્ચેના વિસ્તારોમાં ‘ઝીરો શેડો ડે’ અર્થાત શૂન્ય છાયા દિવસનો અનુભવ વર્ષમાં બે વાર થાય છે. તેની તારીખો ચોક્કસ સ્થાન અને અક્ષાંશોના આધારે બદલાય છે. આ ઘટના ખગોળીય અને શૈક્ષણિક મહત્વ ધરાવે છે