Ola, Uber બાદ હવે આ જાણીતી ઈ-કોમર્સ વેબસાઈટ પર લાગ્યો ગંભીર આરોપ…
ઈન્ટરનેટ પર હાલમાં એક મુદ્દો ખૂબ જ ચર્ચાનું કારણ બન્યો છે અને આ જાણ્યા બાદ તમારા મનમાં પણ એક સવાલ ચોક્કસ થશે કે એક જ એપ પર એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને એક જ પ્રોડક્ટની અલગ અલગ કિંમતો જોવા મળે છે. સોશિલ મીડિયા પર બેંગલોરની મહિલાએ જાણીતી ઝેપ્ટો એપ (Zepto) એપ પર આક્ષેપ મૂક્યો છે કે આ એપ પર એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને એક જ પ્રોડક્ટની કિંમત અલગ અલગ જોવા મળી રહી છે. આ કારણે સોશિયલ મીડિયા પર એક અલગ જ વિવાદ ઊભો થઈ ગયો છે.
અહીંયા તમારી જાણ માટે તે થોડાક સમય પહેલાં જ ઉબર અને ઓલા પર પણ આવા જ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે અલગ અલગ સ્માર્ટફોન પર એક જ રાઈડ માટે અલગ અલગ કિંમતો જોવા મળી રહી છે. આ વિવાદમાં હવે ઝેપ્ટોનું નામ પણ જોડાઈ ચૂક્યું છે અને આ કારણે સોશિયલ મીડિયા પર ગંભીર વિવાદ ઉભો થઈ ગયો છે.
બેંગ્લોરની આ મહિલાના વાઈરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર એક અલગ જ વિવાદ ઊભો થઈ ગયો છે. ઉદાહરણ તરીકે જો 500 ગ્રામ દ્રાક્ષની કિંમત એન્ડ્રોઈડ ડિવાઈસ પર 65 રૂપિયા જેટલી હતી પણ આઈફોન પર આ જ દ્રાક્ષ 146 રૂપિયામાં વેચાઈ રહી હતી. પહેલાં તો મહિલાને લાગ્યું કે આ એક કો-ઈન્સિડન્સ છે, પણ બાદમાં તેણે શિમલા મરચાંની કિંમત પણ તપાસી તો જે પરિણામ સામે આવ્યા એ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. એન્ડ્રોઈડ ફોન પર શિમલા મરચાંની કિંમત 37 રૂપિયા દેખાઈ જ્યારે આઈફોન પર આ કિંમત વધીને 69 રૂપિયા થઈ ગઈ હતી. આ જ રીતે તેમણે ફ્લાવર અને કાંદાની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : બ્લિંકિટ, ઝેપ્ટો કે સ્વિગી કોણ છે સૌથી ફાસ્ટ? એક મહિલાએ કર્યો આવો પ્રયોગ, સોશિયલ મીડિયા પર ચર્ચા
આ વાઈરલ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયાઓ આપીને પોતાનો અનુભવ પણ શેર કરી રહ્યા છે. વીડિયો શેર કરતાં મહિલાએ કેપ્શનમાં લખ્યું હતું કે તમે આવું કેમ કરી રહ્યા છો @zeptonow?? પોસ્ટ જોઈને એક યુઝરે લખ્યું હતું કે તમે આઈફોન વાપરવા માંગતા હતા એટલે હવે તમારે એની કિંમત તો ચૂકવવી પડશે. બીજા એક યુઝરે લખ્યું હતું આઈફોન ખરીદી શકો છો તો બ્રાન્ડ વિચારે છે તમે પ્રીમિયમ કિંમતો ચૂકવવા માટે સક્ષમ છો. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે આઈફ યુઝર્સ માટે બધું જ મોંઘું છે…
જો તમને પણ આવા અનુભવો થયા હોય તો ચોક્કસ જ અમારી સાથે શેર કરીને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.