રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, કહ્યું યુદ્ધ સમાપ્ત કરવાનો યોગ્ય સમય

કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ આ યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્ર્પતિ ઝેલેન્સકી જણાવ્યું છે કે હાલ યુદ્ધને સમાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે. તેમજ તેમણે રશિયા પર આ અંગે રાજકીય દબાણ વધારવા અપીલ કરી છે. ઝેલેન્સકીનું આ નિવેદન ફ્રાંસના રાષ્ટ્ર્પતિ સાથે મુલાકાત બાદ આવ્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી
ઝેલેન્સકીએ સોમવારે એકસ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું કે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે શાંતિ સ્થાપવા થઈ રહેલા રાજદ્વારી પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી. તેમજ કહ્યું કે યુદ્ધનો અંત લાવવાનો હવે યોગ્ય સમય છે.
આપણ વાંચો: રશિયાનો યુક્રેન પર મોટો હુમલો: 595 ડ્રોન અને 48 મિસાઈલથી એટેક કરતા યુક્રેનમાં એલર્ટ
યુદ્ધ શરૂ કરનાર પક્ષ પર દબાણ મહત્વનું
તેમણે રશિયા પર યોગ્ય દબાણ લાવવા પણ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કહ્યું કે યુદ્ધ શરૂ કરનાર પક્ષ પર દબાણ ઉભું કરવું મહત્વનું છે. ઝેલેન્સકીએ અને ઇમેન્યુઅલ વચ્ચે તમામ વર્તમાન રાજદ્વારી ચર્ચા અને ભાગીદારો સાથેના તાજેતરના સંપર્કોની ચર્ચા કરી હતી.