Top Newsનેશનલ

ઓપરેશન સિંદૂરનો ફફડાટ: પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીની કબૂલાત, બંકરમાં છુપાવવાની આવી હતી નોબત…

નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતીય સેનાના આ ઓપરેશને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી હતી. ભારતે પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ મામલે પાકિસ્તાને વિશ્વ સમક્ષ લાફો મારી ગાલ લાલ રાખવાની નોબત આવી હતી, પરંતુ હકીકત એ હતી કે ભારતના સૈન્ય ઓપરેશનથી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે હવે આ મામલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વિદેશ પ્રધાને પાકિસ્તાનનો સાચો ચહેરો સામે આવ્યો છે.

….કે બંકરમાં જવા સલાહ આપી હતી

ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ વિરુદ્ધ કરવામાં આવેલી સચોટ સૈન્ય કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ મોટું કબૂલાતનું આપ્યું છે. શનિવારે એક કાર્યક્રમમાં બોલતા ઝરદારીએ સ્વીકાર્યું હતું કે ભારતીય હુમલાઓ દરમિયાન પાકિસ્તાનના ટોચના નેતૃત્વમાં ભારે ગભરાટ હતો. તેમણે જણાવ્યું કે સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમના મિલિટરી સેક્રેટરીએ તેમને સુરક્ષા માટે બંકરમાં જવા સલાહ આપી હતી. જોકે, ઝરદારીએ બંકરમાં જવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ ઘટનાક્રમ સ્પષ્ટ કરે છે કે ભારતીય સેનાના આક્રમક વલણથી પાકિસ્તાન સરકાર અને સૈન્યના પાયા હચમચી ગયા હતા.

ishaq dar

નૂર ખાન એર બેઝને પહોંચ્યું મોટું નિશાન

બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારે પણ કબૂલાત કરી હતી કે ભારતીય સેનાએ રાવલપિંડીસ્થિત ‘નૂર ખાન એર બેઝ’ને નિશાન બનાવી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ડારના જણાવ્યા અનુસાર, ભારતે ૩૬ કલાકમાં ૮૦ જેટલા ડ્રોનથી આ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં સૈન્ય મથકોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને જવાનો પણ ઘાયલ થયા હતા. સાતમી મેના શરૂ કરેલા ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ જેટલા આતંકી કેમ્પ પર ઘાતક હુમલા કર્યા હતા. ત્યાર બાદ ૧૦ મેના રોજ જ્યારે પાકિસ્તાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ભારતીય દળોએ પાકિસ્તાની સૈન્ય સંસ્થાઓને ધ્વસ્ત કરી દીધી હતી.

ભારતની આ કડક સુરક્ષા નીતિ અને શક્તિશાળી પ્રહાર સામે પાકિસ્તાનને ઘૂંટણ ટેકવવા પડ્યા હતા. સીમા પર વધતા તણાવ અને ભારત તરફથી મળેલા જડબાતોડ જવાબને કારણે પાકિસ્તાને જાતે જ સીઝફાયરની પહેલ કરવી પડી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતનો સંપર્ક કરી શાંતિનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેના પર બંને દેશો જમીન, હવા અને સમુદ્રમાં સૈન્ય કાર્યવાહી રોકવા સંમત થયા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button