નેશનલ

ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રીય પ્રધાને ઝાકિર નાઈકને આપ્યો જવાબ, જાણો શું છે મામલો?

નવી દિલ્હી: ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) ફરી એક વાર ભારત સરકાર વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા સક્રિય થઇ ગયો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં ‘વક્ફની પવિત્રતાની રક્ષા માટે સાથે ઊભા રહેવા’ અને ‘વક્ફ સુધારા બિલનો વિરોધ કરવા’ ભારતના મુસ્લિમોને અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ(Kiren Rijiju)એ ઝાકિર નાઈકની સોશિયલ મીડિયા પોસ્ટ પર જવાબ આપ્યો છે. રિજિજુએ કહ્યું કે, “ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે ના દોરો.”

ઝાકિર નાઈકે ગત રવિવારે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, “ભારતીય વકફ મિલકતોને બચાવો, વક્ફ સુધારા બિલને નકારી કાઢો! ચાલો આપણે બધા સાથે મળીને વકફની પવિત્રતાનું રક્ષણ કરીએ અને મુસ્તાકબિલ્સની પેઢીઓ માટે તેને બચાવવા આગળ આવીએ.”

આ દરમિયાન ઝાકિર નાઈકે એક હદીસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે, “જો લોકો કોઈ બુરાઈ જુએ છે પરંતુ તેને બદલવાની કોશિશ નથી કરતા, તો જલ્દી જ અલ્લાહ તે બધાને સજા કરશે.”

ઝાકિર નાઈકે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ” આ દુષ્ટતાને રોકવા માટે ભારતના મુસ્લિમો માટે આ એક તાકીદનું આહ્વાન છે, નવું બીલ વક્ફની પવિત્રતાની વિરુદ્ધ છે અને ઇસ્લામિક સંસ્થાઓના ભવિષ્ય પર નકારાત્મક અસર કરે છે. જો આપણે આ બિલ પસાર થવા દઈએ તો આપણે અલ્લાહ સજા આપશે અને ભાવિ પેઢીઓના શ્રાપનો સામનો કરવો પડશ.”

લઘુમતી બાબતોના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ ઝાકિર નાઈકની પોસ્ટને રી-શેર કરી અને લખ્યું કે, “દેશની બહારથી આપણા દેશના નિર્દોષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરશો નહીં. ભારત એક લોકશાહી દેશ છે અને લોકોને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે.”

વકફ એક્ટએ મુસ્લિમ સમુદાયની મિલકતો અને ધાર્મિક સંસ્થાઓના સંચાલન અને નિયમન માટે બનેલો કાયદો છે. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ વક્ફ મિલકતોનું યોગ્ય સંરક્ષણ અને વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો છે જેથી આ મિલકતોનો ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે ઉપયોગ કરી શકાય.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button