
ઢાકાઃ ભારતે જેને ભાગેડુને કટ્ટરપંથી જાહેર કરેલો છે ઝાકિર નાઇક વારંવાર વિવાદનું કારણ બનતો આવ્યો છે. તેની મહત્વના સમાચાર મળી રહ્યાં છે કે, ઝાકિર નાઇકને હવે બાંગ્લાદેશમાં પણ પ્રવેશ નહીં મળે. કારણ કે, બાંગ્લાદેશે ઝાકિર નાઇક પર પ્રતિબંધ લગાવી દીધો છે. થોડી સમય પહેલા એવા સમાચાર મળ્યાં હતા કે, મોહમ્મદ યુનુસે ઝાકિર નાઇકને બાંગ્લાદેશમાં આમંત્રણ આપ્યું હતું. પરંત ભારત વિરોધના આ નિર્ણયને હવે મોહમ્મદ યુનુસે બદલી દીધો છે. થોડા જ દિવસ પહેલા બાંગ્લાદેશની સરકાર ઝાકિર નાઇકના સ્વાગત માટે તૈયારીઓ કરી હતી પરંતુ હવે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ભારતની ધમકી બાદ ઝાકિર નાઇકના પ્રવેશ પર પ્રતિબંધ
વધારે વિગતે વાત કરવામાં નવેમ્બર મહિનાની 28થી 29 તારીખે ઠાકામાં ઝાકિર નાઇકના સ્વાગત માટે મોટા કાર્યક્રમનું આયોજન થવાનું હતું. જો કે, આ બાબતે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, જો ઝાકિર નાઇક બાંગ્લાદેશ આવે છે તો તેનું પ્રત્યાર્પણ થવાની અપેક્ષાઓ છે. તેવામાં હવે બાંગ્લાદેશ સરકાર ઝાકિર નાઇકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારથી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં છે ત્યારેથી બાંગ્લાદેશના તેવર બદલાઈ ગયાં છે.
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ વધ્યો
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પડી ભાંગી અને ત્યાર બાદ યુનુસ સરકારમાં આવ્યાં છે. ત્યારથી બાંગ્લાદેશમાં ઇસ્લામિક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ વધલા લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ યુનુસ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓને દેશનામાં લાવવા અને તેમનું સ્વાગત કરવા માટે સતત કાર્યરત રહે છે. આ કટ્ટરપંથીઓમાં એવા લોકો પણ શામેલ છે જેમણે એક સમયે ભારતના પડોશી દેશ પર આતંકવાદી હુમલા કર્યા હતા. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, 2016માં ઢાકા બેકરી પર જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં ઝાકિર નાઇકનું નામ હોવાનો પણ આરોપ છે.
બાંગ્લાદેશે શા માટે આ નિર્ણય લીધો?
સૂત્રો દ્વારા એવું જણાવા મળ્યું છે કે, જો ઝાકિર નાઇક બાંગ્લાદેશ આવે છે તો તેના સમર્થકોની ભીડ ઉમટી શકે છે. જેથી ઝાકિરની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓની આવશ્યકતા પણ પડી શકે છે. પરંતુ બાંગ્લાદેશમાં ચૂંટણી આવવાની હોવાથી મોટા ભાગના સુરક્ષા બળો તે કામગીરી પાછળ રોકાયેલા છે. સુરક્ષાકર્મીઓની કમી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી એવી પણ મળી છે કે, બાંગ્લાદેશમાં ચૂંટણી બાદ ઝાકિરને બોલાવવામાં આવશે. પરંતુ આ મામલે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં નથી.



