ઘર પર ફાયરિંગ થયા બાદ એલ્વિશ યાદવના પિતાએ નોંધાવી એફઆઈઆર

ગુરૂગ્રામઃ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ થયું હોવાની આજે સવારે ઘટના બની હતી. એલ્વિશ યાદવના ઘર પર આજે વહેલી સવારે 25 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ થયું હતું. આ સમગ્ર મામલે એલ્વિશ યાદવના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એફઆઈઆરમાં શું લખાવવામાં આવ્યું છે તેની ચર્ચા કરીએ…
એલ્વિશ યાદવના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
વહેવી સવારે 25 રાઉન્ડ ફાયરિંગ થતા મામલો અત્યારે ગંભીર બન્યો છે. જેથી એલ્વિશ યાદવના પિતાએ પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર નોંધાવીને તપાસ કરવા માટે અપીલ કરી છે.
આપણ વાંચો: એલ્વિશ યાદવના ઘર પર 25 રાઉન્ડ ગોળીબાર; ઘટના પાછળ કોનો હાથ?
એફઆરઆઈની વાત કરવામાં આવે તો, એલ્વિશ યાદવના પિતાએ લખાવ્યું છે કે, આજે સવારે 17 ઓગસ્ટ 2025ના રોજ 5 વાગીને 25 મિનિટ પર અમારા ઘરના મુખ્ય દરવાજા પર, ગ્રાઉન્ડ ફ્લોર પર અને પહેલા માળ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના ઘર પર લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આરોપીઓ બાઈક પર આવ્યા અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં હતાં.
આપણ વાંચો: એલ્વિશ યાદવના ઘરે ગુંજશે શરણાઇ, ખુદ જાહેર કર્યું કે…..
અમારી અત્યારે કોઈનાથી પણ દુશ્મની નથીઃ એલ્વિશના પિતા
એલ્વિશ યાદવના પિતાએ ફરિયાદમાં કહ્યું કે, અમારા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ફાયરિંગ થયું ત્યારે અમે બહાર સુઈ રહ્યાં હતા, અને અમારો જીવ પણ જઈ શકે તેમ હતો.
અમારી અત્યારે કોઈનાથી પણ દુશ્મની નથી અને ના તો આ બાબતે કોઈ ધમકી ભર્યો કોલ કે મેસેજ આવ્યો છે. અત્યારે આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે તપાસ તેજ કરી દીધી છે. સત્વરે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવું ગુરૂગ્રામ પોલીસે જમાવ્યું છે.
ફાયરિંગની જવાબદારી ગેંગસ્ટર ભાઉ ગેંગે લીધી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ફાયરિંગની જવાબદારી ગેંગસ્ટર ભાઉ ગેંગના સભ્યોએ લીધી છે, જેમના નામ નીરજ ફરીદપુરિયા અને ભાઉ ભાઉ રિટોલિયા છે. હવે જોવાનું એ છે કે આ મામલે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે? અને ક્યારે તે લોકોની ધરપકડ કરવામાં આવે છે? ફાયરિંગના કારણે એલ્વિશ યાદવના પરિવારમાં અત્યારે ભયનો માહોલ છવાયો છે.