યુવા સ્વયંસેવકો પરિવર્તન અને પ્રગતિના સાચા મશાલદાતા: ડો .મનસુખ માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય મંત્રી, શ્રીમતી રક્ષા ખડસેએ આજે નવી દિલ્હીમાં આયોજિત વિશેષ ઇન્ટરેક્ટિવ સત્રમાં 500 યુવા સ્વયંસેવકોના વાઇબ્રન્ટ જૂથ સાથે જોડાણ કર્યું. 2024ના સ્વતંત્રતા દિવસ સમારોહમાં દેશભરમાંથી યુવા સ્વયંસેવકો, 400 રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સ્વયંસેવકો અને 100 MY ભારત સ્વયંસેવકોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
સ્વયંસેવકોની યુવા ઊર્જા અને પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આપણા યુવા સ્વયંસેવકો પરિવર્તન અને પ્રગતિના સાચા મશાલદાતા છે. રાષ્ટ્રનિર્માણ માટે તેમનો ઉત્સાહ અને સમર્પણ પ્રેરણાદાયી છે.”
અન્ય લોકો માટે સેવાના મહત્વ વિશે બોલતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સેવા એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એકબીજાને મદદ કરવી એ આપણા ઉછેરમાં સમાવિષ્ટ છે. આ મૂલ્યો તમને પડકારોનો સામનો કરવામાં અને વિકસિત ભારતના નિર્માણમાં મદદ કરશે.”
તેમણે સમુદાય સેવા અને રાષ્ટ્રીય વિકાસમાં યુવાનોની સંડોવણીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્વયંસેવકોને સામાજિક સેવાની ભાવનાથી વિવિધ ક્ષેત્રોમાં તેમના પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા, ભારપૂર્વક જણાવ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના વડા પ્રધાનના વિઝનને સાકાર કરવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. યુવાનોની ક્ષમતાને ઓળખતા ડૉ. માંડવિયાએ કહ્યું, “હું તમારા દરેકમાં અપાર ક્ષમતા જોઉં છું. પાછલા એક દાયકામાં, સરકારે યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ બનવાની અસંખ્ય તકો ઊભી કરી છે, પછી ભલે તે મુદ્રા યોજના અને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જેવી પહેલો સાથે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને નવીનતા દ્વારા અથવા ખેલો ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા રમતની પ્રતિભાના સંવર્શ્ન થકી