નવી દિલ્હી: કેન્દ્રીય પરિવપહન ખાતા હેઠળ આવતા નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા One Vehicle One FASTag અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજથી એટલે કે સોમવારથી તમણે આ અભિયાન અંતગર્ત ટોલ ટેક્સ ફાસ્ટટેગ દ્વારા ભરવાનું કામ સહેલું બને તેવા પ્રયાસો ચાલુ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે ઓથોરિટીએ ફાસ્ટટેગધારકો માટે કેવાયસી કમ્પલીટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
જો તમે ફાસ્ટટેગથી ટોલ ભરો છો તો આ સમાચાર તમારી માટે જ છે. હવેથી જો તમારા ફાસ્ટટેગનું કેવાયસી (KYC-know your coustomer) અધૂરું હશે તો 31મી જાન્યુઆરીથી તમારું ફાસ્ટટેગ ડિએક્ટિવેટ થઈ જશે અને એટલું જ નહીં પણ તમારે બમણો ટૉલટેક્સ પણ ભરવો પડશે. આ સાથે તમે બ્લેકલીસ્ટ પણ થઈ શકો છો. સિંગલ ફાસ્ટટેગને પ્રમોટ કરવા માટે ઓથોરિટીએ જણાવ્યું હતું કે જેમના એક વાહન પર એક કરતા વધારે ફાસ્ટટેગ હશે તેમના અકાઉન્ટને બ્લેકલીસ્ટ કરવામાં આવશે.
31 જાન્યુઆરી, 2024 સુધીમાં ફાસ્ટટેગનું કેવાયસી પૂરું કરવાની સમયમર્યાદા ઓથોરિટીએ આપી છે. જ નહીં કરવામાં આવે તો ટોલ પ્લાઝા પર કેશમાં બમણો ટેક્સ આપવા વાહનચાલકોએ તૈયાર રહેવું પડશે. વાહનચાલકોને જો કોઈ મુંઝવણ હોય તો તઓ ટોલ પ્લાઝા પરથી પણ માહિતી મેળવી શકે છે. એવા ઘણા વાહનચાલકો છે જે એક વાહન પર એક કરતા વધારે ફાસ્ટટેગ FASTag રાખતા હોય છે, તે હવે નહીં ચાલે. એક આંકડા મુજબ દેશમાં 8 કરોડ કરતા વધારે વાહનો ફાસ્ટટેગનો ઉપયોગ કરે છે.
Taboola Feed