આવી રજા ચિઠ્ઠી તો તમે જોઈ જ નહીં હોય, ભાઈસાબ…

આપણામાંથી અનેક લોકોએ પ્રોફેશનલ લાઈફમાં રજા માટે લીવ નોટ લખતાં હતા અને આવી જ એક લીવ નોટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ લીવ નોટ ઉત્તર પ્રદેશના ફારુખાબાદ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલાં પોલીસ કર્મચારીની છે.
લાંબા સમયથી રજા ન મળવાને કારણે ત્રસ્ત થઈ ગયેલાં આ કોન્સ્ટેબલે સિટી એરિયા ઓફિસરને રજા માટે અરજી કરી હતી. કોન્સ્ટેબલે પોતાની રજા ચિઠ્ઠીમાં લખતી હતી કે ખૂબ જ મુશ્કેલીથી તેના લગ્ન નક્કી થયા છે અને પિતાએ યુવતીને જોવા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હોવાની માહિતી આપવા માચે માટે ફોન કર્યો હતો અને તેને રજા લઈને ઘરે આવવા માટે જણાવવામાં આવ્યું છે.

આ કોન્સ્ટેબલે પોતાના પત્રમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં વૈવાહિક સંબંધો ખૂબ ભાગ્યે જ જોવા મળે છે. મહેરબાની કરીને મને છોકરીને જોવા જવા માટે રજા આપો. કોન્સ્ટેબલની આ અનોખી લીવ નોટ જોઈને સંબંધિત અધિકારીએ તેની 5 દિવસની રજા મંજૂર કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા હોળીના તહેવારની ઊજવણી કરવા માટે એક એસઆઈનો રજા માંગતો પત્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. જેમાં, એસઆઈએ લખ્યું હતું કે તેમની પત્ની તેમના લગ્ન પછી હોળીના તહેવાર માટે તેના માતા-પિતાના ઘરે પહોંચી નથી અને આ મુદ્દે બંને વચ્ચે ઘરમાં હંમેશા તકરાર થતી રહે છે. પોલીસકર્મીએ હોળી દરમિયાન પત્ની સાથે સાસરે જવા માટે રજા માંગી હતી.